વર્ષ 2020 ખતમ થવામાં કેટલાક દિવસ જ બચ્યા છે, ત્યારે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ કાલે એટલે કે, 30 નવેમ્બરના રોજ લગાવવા જઈ રહ્યા છે. આ વખતે ચંદ્ર ગ્રહણ કાર્તિક પૂર્ણિમાના દિવસે પડનાર છે. આ ગ્રહણ ઉપછાયા હશે. હિંદુ ધર્મમાં ધાર્મિક ર્દષ્ટિથી ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગ્રાહણને સામાન્ય રીતે નરી આંખોથી જોઈ શકાય નહી.

સંબંધિત કર્મકાંડ પણ કરવામાં આવતુ નથી

માત્ર ઉપચ્છાયાવાળું ચંદ્રગ્રહણ નગ્ન આંખ પરથી જ નજર આવતા નથી. તેથી તેમનું મહત્વ નથી હોતું. જ્યારે ગ્રહણ નજર જ નથી આવતું તો તે દિવસે તેનાથી સંબંધિત કર્મકાંડ પણ કરવામાં આવતુ નથી. ધાર્મિક મહત્વ તે ચંદ્ર ગ્રહણનું હોય છે. જે નગ્ન આંખથી જોઈ શકાય છે.

ચંદ્રગ્રહણનો સ્થાનીય સમય

30 નવેમ્બરના રોજ પડનાર ચંદ્ર ગ્રહણ બપોરે 1 વાગ્યાથી 4 મિનિટ પર શરૂ થાય છે અને સાંજે 5 વાગ્યે 22 મિનિટ પર ખત્મ થશે. આ ચંદ્ર ગ્રહણ પૂર્ણિમા તિથિને રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં થશે.

અહીંયા જોવા મળશે ચંદ્ર ગ્રહણ

વર્ષનું આ છેલ્લુ ચંદ્ર ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકાના કેટલાક ભાગમાં જોવા મળષે. આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે નહી. ચંદ્ર ગ્રહણના શરૂ થયાના 9 કલાક પહેલા સૂતક લાગી જાય છે. જોકે, આ ચંદ્ર ગ્રહણ એક ઉપછાયા ગ્રહણ છે અને ભારતમા જોવા મળશે નહી. તેથી અહીંયા તેનો સૂતક કાળ માન્ય રહેશે નહી.

ભારતમાં ચંદ્ર ગ્રહણની અસર

શાસ્ત્રોમાં ઉપછાયા ચંદ્ર ગ્રહણને ગ્રહણ માનવામાં આવતુ નથી. તેથી ન તો ભારતમાં સૂતક કાળ માનવામા આવશે અન ન તો કોઈ કાર્યને કરવાની પાબંદી હશે. જોકે, નક્ષત્ર અને રાશિમાં લાગવાની અસર કેટલીક રાશિના જાતકો પર જરૂર પડી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here