લગ્નની સીઝન શરૂ થતાં જ કોરોનાના કેસ વધવાનો ખતરો તેજ થઈ ગયો છે. શિયાળામાં કોરોનાના કારણે મોટી તબાહી થશે તેવી એક્સપર્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. લગ્ન-સમારંભમાં મોટા પ્રમાણ પર ભીડને રોકવા માટે રાજ્ય સ્તર પર સરકાર ગાઈડલાઈન્સ જાહેર કરી ચૂકી છે. દિલ્હી-યૂપીના લગ્નમાં 100થી વધારે લોકોને સામેલ થવાની મંજૂરી નથી. લગ્ન-સમારંભમાં ખાનગી રીતે કેટલીક સાવધાનીઓ વરતવાથી પણ કોરોના સંક્રમણનો ખતરો ઓછો કરી શકાય છે.

વેન્ટિલેશનની સુવિધા

એક્સપર્ટ કહે છે કે, બંધ જંગલમાં લગ્ન-સમારંભના આયોજનથી કોરોના ફેલાવવાની સંભાવના વધારે છે. આવી જગ્યા પર વેન્ટિલેશનની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ. આવા કાર્યક્રમ ખુલ્લી જગ્યાઓ પર કરવા વધારે સુરક્ષિત બનશે.

હાઈ એફિશિએંસી પર્ટિક્યૂલેટ એર

મેરેજ હોલ પ્રબંધકો પોતાની ત્યાં ‘હાઈ એફિશિએંસી પર્ટિક્યૂલેટ એર’ (HEPA) ની સુવિધા આપવી જોઈએ. આ ટેકનીક 99 ટકા હવાને ફિલ્ટર કરી વાયરસ ફેલાવવાનો ખતરો ઓછો કરી શકે છે.

રો ફૂડથી સાવધાન

કારણ કે, કોરોના સરફેસ પર ઘણા કલાકો સુધી એક્ટિવ રહે છે. તેથી ખાવા-પીવાની વસ્તુઓને લઈને પણ સતર્ક રહો. સલાડ, ફળ, દહીં, કાચુ પનીર અથવા શાકભાજીથી બચો. રો ફૂડની જગ્યાએ પાકેલુ ભોજન જ ખાવુ જોઈએ. તે સિવાય કેટરર્સ પણ હાઈજીનનું ખાસ ધ્યાન રાખે.

સરફેરસને ટચ ન કરો

આયોજન સ્થળ પર કોઈપણ સરફેસને ટચ કરવાથી બચોય અહીંય સુધી કે, બાઉલમાંથી ભોજન કાઢતા સમયે પણ સર્વિગ સ્પૂનને નેપકિન અથવા ટિશ્યૂ પેપરની મદદથી પકડો. ભોજન પહેલા અને બાદમાં હાથને સારી રીતે ધોઈ લો.

પેક્ડ ફૂડ બોક્સ

કેટરિંગ સૌથી મુખ્ય ડિપાર્ટમેન્ટ છે. અહીંયા વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. સેલ્ફ-સર્વિસ કાઉન્ટરની વ્યવસ્થા કરો. તમે ઈચ્છો તો ભોજનના કાઉન્ટર્સની જગ્યાએ મેહમાનોને પેક્ડ ફૂડ બોક્સ પણ આપી શકો છો.

મેહમાનોની યાદી

લગ્ન-સમારંભ પગેલા મેહમાનોની યાદી તૈયાર કરી લો. માત્ર તે લોકોને જ આમંત્રિત કરો જે ખૂબ જ નજીકના છે. લગ્ન સિવાય અલગ-અલગ ફંક્શનમાં અલગ-અલગ લોકોને આમંત્રિત કરો. આવું કરવાથી તમે વધારે લોકોને બોલાવી શકશો અને ભીડ પણ એકઠી થશે નહી.

સેનિટાઈઝર

એન્ટ્રી ગેટ, ભોજનનું ટેબલ અથવા અન્ય જગ્યાઓ પર સેનિટાઈજેશનની વ્યવસ્થા કરાવો. માસ્ક વગર લોકોને મેરેજ હોલમાં એન્ટ્રી ન આપો. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરો અને લોકોની એક અંતર જાળવી રાખો.

આ સાવધાનીઓ રાખો

બીમાર વ્યક્તિને લગ્ન-સમારંભમાં લઈને ન જાવ. મેરેજ હોલમાં ઉધરસ અને છીક ખાતા વ્યક્તિથી એક સામાજિક અંતર બનાવી રાખો. સંભવ હોય તો આવી જગ્યા પર બાળકો અને વૃદ્ધોને બિલકુલ લઈને ન જાવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here