કોવિડ-19 મહામારીના કારણે બીજા સ્થાન પરથી પશ્વિમ બંગાળ પરત ફરેલા લગભગ 8 હજાર IT પ્રોફેશનલ્સને રોજગાર મળ્યો છે. રાજ્યના ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ આ જાણકારી આપી છે. રાજ્યના આઈટી વિભાગે અન્ય સ્થાનથી પશ્વિમ બંગાળ પરત ફરેલ રોજગાર શોધવામાં મદદ માટે ‘કર્મ ભૂમિ’ એપ લોન્ચ કરી છે. આઈટી પ્રોફેશનલ્સ આ એપ થકી સીમિત સમયગાળા માટે રાજ્યમાં રોજગાર મેળવી શકે છે.

પશ્વિમ બંગાળના આઈટી વિભાગમાં સંયુક્ત સચિવ સંજય દાસે કહ્યું કે, કોવિડ-19 મહામારી બાદ મોટી સંખ્યામાં બહારથી આઈટી પ્રોફેશનલ્સ રાજ્યમાં પરત આવ્યા છે.

ખુદને આ એપ પર સૂચિબદ્ધ કર્યા

દાસે બંગાળ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈંડસ્ટ્રી દ્વારા શુક્રવારની રાત્રે આયોજિત એક વેબિનારને સંબંધોતિ કરતા કહ્યું છે કે, સરકારનું માનવું છે કે, આ પ્રતિભાઓના વપરાશની સારી તક છે. તેના ઉદ્દેશ્યથી અમે એપ શરૂ કરી છે. તેમણે કહ્યું કે, લગભગ 41 હજાર પ્રોફેશનલ્સ અને 40 નોકરીદાતાઓએ ખુદને આ એપ પર સૂચિબદ્ધ કર્યા છે. દાસે જણાવ્યું કે, આ એપ થકી 8 હજારથી વધુ આઈટી પ્રોફેશનલ્સને નોકરીઓ મળી છે.

નોકરીદાતાઓને યોગદાનને પણ સામેલ કરવામાં આવશે

જણાવી દઈએ કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે હાલમાં જ નવી રોજગાર સૃજન યોજનાની જાહેરાત કરી છે. જે હેઠળ ઘણી ભરતીઓ કરનાર પ્રતિષ્ઠાનોને સબ્સિડી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, સબ્સિડી હેઠળ બે વર્ષ માટે સેવાનિવૃત્તિ નિધિમાં કર્મચારીઓની સાથે જ નોકરીદાતાઓને યોગદાનને પણ સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કર્મચારીઓનું યોગદાન (પગારનું વેતન 12 ટકા) અને નોકરીદાતાનું યોગદાન (વેતનનું 12 ટકા) આ પ્રકારે કુલ પગારના 24 ટકા ભાગ આગામી બે વર્ષ માટે નવી ભરતીઓ કરનાર પ્રતિષ્ઠાનોને આપવામાં આવશે.

પગાર મેળવનાર નવા કર્મચારીને ગણવામાં આવશે

આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ કર્મચારી ભવિષ્ટ નિધિ સંગઠન (EPFO) માં પંજીકૃત પ્રતિષ્ઠાનોને નવા કર્મચારીઓની ભરતી પર આ સબ્સિડી મળશે. નાણા મંત્રીએ જણાવ્યું કે, આ યોજના હેઠળ 15 હજાર રૂપિયાથી ઓછા માસિક પગાર મેળવનાર નવા કર્મચારીને ગણવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મહત્તમ 50 કર્મચારીઓવાળા પ્રતિષ્ઠાનોને ઓછામાં ઓછા 2 નવા કર્મચારીઓની ભરચી કરવાની રહેશે. જ્યારે કે, જે પ્રતિષ્ઠાનોમાં 50 થી વધારે કર્મચારી છે. તેમને ઓછામા ઓછા 5 નવી ભરતી કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here