આ વર્ષે 8.8 કરોડ લોકોએ ઓનલાઈન ખરીદી કરી: સૌથી વધુ વેચાણ મોબાઈલનું
ભારતના ઈ-કોમર્સ ક્ષેત્રમાં આ વર્ષે તહેવારોની સીઝન દરમિયાન 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે કુલ 8.3 અબજ ડોલર (અંદાજે 58000 કરોડ રૂપિયા)નું વેચાણ થવા પામ્યું છે. ઈ-કોમર્સ કંપનીઓના ઓનલાઈન ફેસ્ટીવલ સેલમાં ફ્લિપકાર્ટે અન્ય તમામ પ્લેટફોર્મને પછાડી દીધા છે. શોધ ફર્મ રેડસીરના એક રિપોર્ટમાં જણાવાયું છે કે આ આંકડો પાછલા વર્ષના સમાન સમયગાળાના મુકાબલે 65 ટકા વધુ છે.રેડસીરના એક રિપોર્ટમાં કહેવાયું છે કે તહેવારો પહેલાં આ દરમિયાન સાત અબજ ડોલરના વેચાણનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું જ્યારે વાસ્તવિક વેચાણ તેના કરતાં વધુ રહ્યું હતું. આ વર્ષે સપ્ટેમ્બરમાં કુલ વેચાણ 3.2 અબજ ડોલર (અંદાજે 22000 કરોડ રૂપિયા) રહ્યું જે તહેવારની સીઝનમાં વધીને 8.3 અબજ ડોલર પહોંચી ગયું છે. તહેવારની સીઝનમાં અમેઝોન અને ફ્લિપકાર્ટ ગ્રુપ (મંત્રા સહિત)ના કુલ વેચાણમાં 88 ટકાથી વધુ ભાગીદારી રહી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે બન્ને કંપનીઓમાં ફ્લિપકાર્ટની ભાગીદારી વધુ રહી છે.
રેડસીરના ક્ધસલ્ટીંગ ડાયરેક્ટર મૃગાંક ગુટગુટિયાએ જણાવ્યું કે કોવિડ-19ને પગલે અનેક ગ્રાહકોએ પોતાના ખરીદારી પ્રોગ્રામને હોલ્ડ પર મુક્યો હતો અને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. જો કે તેઓ મોટાપાયે ઓફલાઈન ખરીદી કરી શકે તેમ નહોતા એટલા માટે તમામ ખર્ચ ઓનલાઈન માધ્યમ થકી જ કરવામાં આવ્યો હતો.ઓનલાઈન ફેસ્ટીવ સેલમાં વેચાણની વાત કરીએ તો મોબાઈલ કેટેગરીએ આ વર્ષે પણ દબદબો યથાવત રાખ્યો હતો અને 8.3 અબજ ડોલરના વેચાણમાં 46 ટકા ભાગીદારી આ શ્રેણીની રહી હતી. રિપોર્ટ અનુસાર આ વર્ષના ફેસ્ટીવ સીઝન ઓનલાઈન સેલમાં ગ્રાહકોની સંખ્યા 87 ટકા વધી ગઈ છે. પાછલા સેલમાં ગ્રાહકોની સંખ્યા 4.7 કરોડ હતી જે આ વર્ષે 8.8 કરોડે પહોંચી છે. આ 8.8 કરોડ ગ્રાહકોમાંથી લગભગ 57 ટકા ગ્રાહકો ટીયર-2