મહારાષ્ટ્રમાં એક બીજાના સાથીદારમાંથી કટ્ટર દુશ્મન બનેલા ભાજપ અને શિવસેના વચ્ચેનો શાબ્દિક જંગ યથાવત છે. ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકારનું એક વર્ષ પૂરા થવા નિમિત્તે સરકાર પર નિશાન સાધ્યું. ફડણવીસે કહ્યુ હતુ કે, અર્નબ ગોસ્વામીનો મુદ્દો હોય કે એક્ટ્રેસ કંગનાનો પણ અદાલતે સરકારની બરાબર ઝાટકણી કાઢી છે. આવી સરકારે ડુબી મરવુ જોઈએ. શું હવે શિવસેના કોર્ટને પણ સરકાર વિરોધી ગણાવશે. આ બંને કેસમાં સત્તાનો દુરપયોગ કરવામાં આવ્યો છે તે જગજાહેર છે.

એક વર્ષમાં આ સરકારે કશું મેળવ્યુ નથી. અમને આશા હતી કે, એક વર્ષ પૂરા થવા નિમિત્તે સરકાર પોતાની સિધ્ધિઓ ગણાવશે પણ એવુ કશું થયુ નથી. ફડણવીસે કહ્યું કે ઉધ્ધવ ઠાકરેએ ઈન્ટરવ્યૂમાં બીજા લોકો પર આરોપ જ મુક્યા છે. મહારાષ્ટ્રના ઇતિહાસમાં આવી ધમકી આપનાર સીએમ હજી સુધી જોયા નથી. આ પ્રકારની ધમકીઓ સીએમને શોભા આપતી નથી. પાંચ વર્ષ સરકાર ચલાવવી હોય તો ઉધ્ધવ ઠાકરે કોઈને ધમકી ના આપે તેવી મારી સલાહ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here