ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી પ્રચાર દરમિયાન ઉશ્કેરણીજનક નિવેદન આપવાના મામલે હૈદરાબાદના એસઆર નગર પોલીસ સ્ટેશનમાં એમઆઇએમના નેતા અકબરૂદ્દીન ઓવૈસી તથા તેલંગાણા ભાજપના પ્રમુખ બાંદી સંજયની વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એસઆર નગર પોલીસના જણાવ્યા પ્રમાણે બંનેની વિરૂદ્ધ આઇપીસીની કલમ 505 હેઠળ કેસ નોંધાયો છે.
ભાજપે અકબરૂદ્દીનની ટીપ્પણી સામે વાંધો ઉઠાવ્યો
અકબરૂદ્દીને બુધવારે એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે શું હુસૈન સાગર સરોવરના કિનારે બનેલી પૂર્વ પીએમ નરસિમ્હા રાવ અને ટીડીપીના સંસ્થાપ એનટી રામારાવની સમાધિને હટાવાશે. અકબરૂદ્દીન GHMCની ચૂંટણી માટે સાર્વજનીક સભાને સંબોધિત કરી રહ્યા હતા. ભાજપે અકબરૂદ્દીનની ટીપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. તો બીજી તરફ તેલંગાણા ભાજપના પ્રમુખ બાંદી સંજયે પણ આ મુદ્દે વિવાદિત શબ્દોનો ઉપયોગ કરીને અકબરૂદ્દીનને સવાલ કર્યો હતો હતો કે શું તેમનામાં આ સમાધિને હટાવવાની તાકાત છે.