લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને શનિવારે ભાજપનું નામ લીધા વગર કહ્યું છે કે તાજેતરમાં જ બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીએ કોઇ પણ જાતના જોડાણ વગર તેમજ સ્ટાર પ્રચારક વગર એક બેઠક પર જીત મેળવી છે. એલજેપીને 24 લાખ મત અને ટકાવારીની દ્રષ્ટીએ છ ટકા મત મળ્યા છે. જે પાર્ટીના વિસ્તારનું પ્રતિક છે.

ચિરાગ પાસવાને પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્રે કાર્યકરોને પત્ર લખીને પોતાની વાત રજૂ કરી. ચિરાગે પત્રમાં જણાવ્યું કે વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણી એલજેપે ગઠબંધન કરીને લડી હતી. જેમાં પાર્ટીને માત્ર 2 બેઠક મળી. જ્યારે આ વખતે આપણે એકલા હાથે ચૂંટણી લડીને પણ એક બેઠક પર જીત મેળવી છે. તેમજ મજબૂત જનાધારા બનાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here