રિલાયન્સ જિઓએ 2019 માં 89.90 મિલિયન (લગભગ 9 કરોડ) નવા વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) એ ‘ભારતીય ટેલિકોમ ક્ષેત્રના વાર્ષિક પ્રદર્શન સૂચકાંકો’ (‘Yearly Performance Indicators of Indian Telecom Sector’ ) નામથી 2019ના નવા વાર્ષિક અહેવાલને જાહેર કર્યો છે. આ અહેવાલમાં ટેલિકોમ પ્રોવાઈડર્સના વાર્ષિક ધોરણે સબ્સ્ક્રાઇબર્સમાં વધારો અને ઘટાડાના આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે.

વાયરલેસ સબસ્ક્રાઈબરના મામલે 32.14 ટકા શેર સાથે માર્કેટ લીડર બની

રિપોર્ટ મુજબ, રિલાયન્સ જીઓના કુલ વાયરલેસ સબસ્ક્રાઈબર ડિસેમ્બર 2018 ( 280.12 મિલિયન) ની તુલનામાં વધારો થઈને ડિસેમ્બર 2019માં 370.20 મિલિયન થઈ ગયા છે. રિલાયન્સ જીઓ 2019ના અંત સુધીમાં વાયરલેસ ટેલિફોન સબસ્ક્રાઈબર બેઝ મામલે 32.14 ટકા માર્કેટ શેર હાંસલ કરી માર્કેટ લીડર બની ગઈ છે.

વોડાફોન આઈડિયા અને એરટેલ દ્વારા લાખો વાયરલેસ ગ્રાહકો ગુમાવ્યા

જ્યારે રિલાયન્સ જિયોએ 2019 માં બમ્પર લીડ મેળવી હતી, જ્યારે વોડાફોન આઈડિયા અને એરટેલ દ્વારા લાખો વાયરલેસ ગ્રાહકો ગુમાવ્યા હતા. ટ્રાઇના એક અહેવાલ મુજબ, વોડાફોન આઈડિયાએ 2019 માં 86.13 મિલિયન અને એરટેલના 12.96 મિલિયન ગ્રાહકો ગુમાવ્યા હતા. ડિસેમ્બર 2018 માં વોડાફોન આઈડિયાના ગ્રાહકો 418.75 મિલિયન હતા જે ડિસેમ્બર 2019 માં ઘટીને 332.61 મિલિયન થઈ ગયા છે. કંપનીનો બજાર હિસ્સો 35.61 ટકાથી ઘટીને 28.89 ટકા રહી ગયો છે. એરટેલે પણ આ વર્ષે તેના ગ્રાહકો ગુમાવ્યા હતા પરંતુ પરંતુ વોડાફોન આઈડિયા જેટલા નહીં. ડિસેમ્બર 2018માં કંપનીના 340.26 મિલિયન ગ્રાહકો હતા જે ડિસેમ્બર, 2018 માં ઘટીને 327.30 મિલિયન થઈ ગયા છે. એરટેલનો માર્કેટ શેર પણ થોડો ઘટીને 28.93 ટકાથી 28.43 ટકા રહ્યો છે. સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે ગયા વર્ષે 3.74 મિલિયન સબસ્ક્રાઈબર -ગ્રાહકો ઉમેર્યા છે. ડિસેમ્બર 2018માં, બીએસએનએલના 114.72 મિલિયન ગ્રાહકો હતા જે ડિસેમ્બર 2019 માં વધીને 118.12 મિલિયન થયા છે. ગયા વર્ષના અંતમાં બીએસએનએલનો માર્કેટ શેર 10.26 ટકા હતો.

રિલાયન્સ જિઓએ 370.92 મિલિયન સબસ્ક્રાઈબર સાથે 57.56 મિલિયનનું માર્કેટ શેર

ટ્રાઇના એક રિપોર્ટ અનુસાર વાયર્ડ અને વાયરલેસ બંને મેળવીને સબસ્ક્રાઈબર મામલે ડિસેમ્બર 2019માં ટોપ 5 બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર્સમાં રિલાયન્સ જીઓ (37૦.77 મિલિયન), ભારતી એરટેલ (140.40 મિલિયન), વોડાફોન આઈડિયા (118.45 મિલિયન), બીએસએનએલ (23.96 મિલિયન) અને એટ્રિયા કન્વર્જેસ ટેક્નોલોજીમાં 1.52 મિલિયન રહ્યા છે. વાયરલેસ બ્રોડબેન્ડ સેગમેન્ટમાં, રિલાયન્સ જિઓએ 370.92 મિલિયન સબસ્ક્રાઈબર સાથે 57.56 મિલિયનનું માર્કેટ શેર પ્રાપ્ત કર્યો છે. તે પછી 137.98 મિલિયન ગ્રાહકો સાથે 21.47 ટકા માર્કેટ શેર પર એરટેલે કબ્જો હાંસલ કર્યો છે.

રિલાયન્સ જિયો અને બીએસએનએલને બાદ કરતાં, તમામ ટેલિકોમ ઓપરેટરોમાં સબ્સ્ક્રાઇબર્સમાં ઘટાડો

ટ્રાઇએ જાહેર કર્યું કે ભારતમાં ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ડિસેમ્બર 2019 માં વધીને 1,197.87 મિલિયન થઈ ગઈ છે. ડિસેમ્બર 2018માં આ સંખ્યા 1,172.44 મિલિયન હતી. જે આશરે 2.12 ટકાનો ઘટાડો નોંધાયો છે. કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સની વાત કરીએ તો, 2019 માં રિલાયન્સ જિઓએ 90.95 મિલિયન નેટ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. રિલાયન્સ જિયો અને બીએસએનએલને બાદ કરતાં, તમામ ટેલિકોમ ઓપરેટરોમાં સબ્સ્ક્રાઇબર્સમાં ઘટાડો જોવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here