દેશમાં ઘાતક કોરોનાથી મૃત્યુઆંક વધી રહ્યો છે. હવે રાજસ્થાનના રાજસમંદથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય કિરણ મહેશ્વરીનું નિધન થયું છે. તાજેતરમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી, તેમની સારવાર હરિયાણાના ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી. કિરણ મહેશ્વરી રાજસ્થાનના બીજા ધારાસભ્ય છે, જેમનું મૃત્યુ કોરોનાને કારણે થયું.

રાજસ્થાનના બીજા ધારાસભ્ય છે, જેમનું મૃત્યુ કોરોનાને કારણે થયુ

મેંદાતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ભાજપના ધારાસભ્ય કિરણ મહેશ્વરીના અવસાન પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, ‘બહેન કિરણ જીનું અવસાન ખૂબ દુખદ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન સમાજની સેવા કરવા અને સમાજના હિતો બચાવવા માટે સમર્પિત કર્યું. તેમનું નિધન વ્યક્તિગત ક્ષતિ છે, ઈશ્વર દિવંગત આત્માને શ્રી ચરણમાં સ્થાન અર્પે. તેમના પરિવારને મારી સંવેદનાઓ વ્યક્ત કરી છે.

મહાનગરપાલિકાની ચૂંટણી વખતે કોટામાં કોરોના પોઝિટિવ બન્યા

આ મામલે જણાવવામાં આવી રહ્યું છે કે રાજસમંદના ભાજપના ધારાસભ્ય કિરણ મહેશ્વરી મહાનગરપાલિકાની ચૂંટણી વખતે કોટામાં કોરોના પોઝિટિવ બન્યા હતા. તેઓ કોટા ઉત્તર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રભારી હતી. અગાઉ સહાદાના કોંગ્રેસના ધારાસભ્ય કૈલાસ ત્રિવેદીનું પણ કોરોનાને કારણે અવસાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here