કોરોનાને લીધે ફરી વાર રાષ્ટ્રીય પરીક્ષાઓને અસર થાય તેમ છે. 2021માં લેવાનારી પ્રથમ તબક્કાની જેઈઈ (JEE)મેઈન પરીક્ષા જાન્યુઆરીને બદલે ફેબ્રુઆરીમા યોજાય તેવી પુરી શક્યતા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હજુ સુધી પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન પણ શરૂ થયુ નથી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટેની JEE મેઈન પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી અને એપ્રિલ એમ બે વાર લેવામા આવે છે. ગત શૈક્ષણિક વર્ષે જાન્યુઆરી 2019માં પ્રથમ તબક્કાની પરીક્ષા લેવાયા બાદ કોરોનાને લીધે નેશનલ લોકડાઉન લાગુ થતા એપ્રિલમા પરીક્ષા લઈ શકાઈ ન હતી અને પાંચ મહિના બાદ સપ્ટેમ્બરમાં લેવાઈ હતી.

JEEની પરીક્ષા પર થઇ શકે છે કોરોનાની અસર

હવે નવા શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે જાન્યુઆરી 2021માં પ્રથમ તબક્કાની જેઈઈ મેઈન પરીક્ષા લેવાની થાય છે પરંતુ કોરોનાને લીધે જાન્યુઆરીની પરીક્ષાને પણ અસર થાય તેમ છે.

કારણ કે હજુ સુધી પરીક્ષાના સીલેબસને લઈને મુંઝવણો છે તેમજ પરીક્ષા માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શરૂ કરવામા આવ્યુ નથી. ડિસેમ્બરમાં પરીક્ષાનું નોટિફિકેશન જાહેર થાય તેવી શક્યતા છે અને રજિસ્ટ્રેશન જાન્યુઆરીના મધ્ય સુધી ચાલશે. જેથી પરીક્ષા ફેબુ્રઆરીમાં જ લેવાશે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષા એપ્રિલને બદલે મેમાં થાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here