અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલના મોટાભાગના બેડ કોરોનાના પેશન્ટથી ભરાઈ જતા સિવિલ હોસ્પિટલમાં વધુ 30 જેટલા વેન્ટિલેટર અને બે ઓકિસજન ટેંકની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં કોરોના સંક્રમણે ફરી એક વખત ગંભીર સ્વરૂપ ધારણ કરતાં અમદાવાદ ફાયર બ્રિગેડની પાંચ જેટલી શબવાહીની સિવિલ હોસ્પિટલથી ડેડ બોડી લઈ જવા તહેનાત કરવામાં આવી છે.ડેડબોડી લેવા 3 થી 4 કલાકનું વેઈટીંગ ચાલી રહ્યુ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.

ડેડબોડી લેવા 3 થી 4 કલાકનું વેઈટીંગ ચાલી રહ્યુ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું

આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ, 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં હાલ 700 થી પણ વધુ કોરોના પેશન્ટોની સારવાર ચાલી રહી છે.સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ગંભીર સ્થિતિ ધરાવનારા દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો થતા હોસ્પિટલ દ્વારા 30 જેટલા વધારાના વેન્ટિલેટર મંગાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓકિસજનના જથ્થામાં પણ 40 હજાર લિટર જેટલો વધારો કરવાની સાથે બે ઓકિસજન ટેંક પણ મંગાવી લેવામાં આવી છે.હોસ્પિટલમાં હાલ 200 થી વધુ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલમાં હાલ 200 થી વધુ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું

એક સમયે અમદાવાદથી રાજયના અન્ય સંક્રમણ વાળા શહેરોમાં ડોકટરો અને વેન્ટિલેટર મોકલવામાં આવતા હતા.હવે ફરી એક વખત અમદાવાદ શહેરમાં કોરોનાથી કથળતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સુરતથી 17 જેટલા ડોકટર,ચાર જેટલા પ્રોફેસર સાથે કુલ 21 તબીબને તાબડતોબ અમદાવાદ સિવિલ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે. અમદાવાદ ફાયર વિભાગ પાસે રહેલી 21 જેટલી શબવાહીની પૈકી પાંચ શબવાહીની તાકીદે સિવિલ હોસ્પિટલ ખાતે મુકી દેવાઈ છે.જયાંથી ડેડબોડી લઈ જવા માટે પણ 3થી 4 કલાકનું વેઈટીંગ ચાલતુ હોવાનું સત્તાવારસુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ટોસિલિઝુમેબ અને રેમિડિસીવરનો વપરાશ વધ્યો

અમદાવાદ સિવિલમાં સતત વધતી જતી પેશન્ટોની સંખ્યાને કારણે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા ટોસિલિઝુમેબ અને રેમિડીસીવર ઈંજેકશનનો વપરાશ 60 ટકા જેટલો વધી ગયો હોવાનું પણ જાણવા મળે છે.

સિવિલ પ્રાંગણની હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીની સારવાર

સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલી જીસીએસ,કીડની સહીતની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. નોંધનીય બાબત એ છે કે,સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 60થી વધુ કોરોના વોરીયર્સ હાલ કોરોના સંક્રમિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here