ગુજરાતમાં કોરોનાના ૧૫૦૦થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫૬૪ નવા કેસ નોંધાયા છે. આમ, ગુજરાતમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૬૫ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૦૮,૨૭૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૬ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૩૯૬૯ છે. હાલમાં ૧૪૮૮૯ એક્ટિવ કેસ છે જ્યારે ૮૬ દર્દી વેન્ટિલેટર પર છે.

હાલમાં ૧૪૮૮૯ એક્ટિવ કેસ છે જ્યારે ૮૬ દર્દી વેન્ટિલેટર પર

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૬ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૩૯૬૯

નવેમ્બરમાં અત્યારસુધી કોરોનાના કેસનો આંક ૩૫૩૩૪ છે જ્યારે ૨૫૦ના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૩૧૯-ગ્રામ્યમાંથી ૨૬ એમ નવા ૩૪૫ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૯૭૬૫ થયો છે. સુરત શહેરમાંથી ૨૨૩-ગ્રામ્યમાંથી ૫૫ એમ કુલ ૨૭૮ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૧૦ દિવસ દરમિયાન અમદાવાદમાંથી ૩૧૭૦, સુરતમાંથી ૨૫૧૧ કેસનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાંથી ૧૩૦-ગ્રામ્યમાંથી ૪૧ એમ ૧૭૧, રાજકોટ શહેરમાંથી ૯૬-ગ્રામ્યમાંથી ૫૩ ૧૪૯ નવા કેસ નોંધાયા છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૫૮ સાથે ગાંધીનગર,૫૭ સાથે ખેડા, ૫૧ સાથે મહેસાણા, ૪૦ સાથે સુરેન્દ્રનગર, ૩૮ સાથે બનાસકાંઠા, ૩૫ સાથે જામનગર, ૩૩ સાથે પંચમહાલ, ૩૦ સાથે પાટણ, ૨૯ સાથે જૂનાગઢ-ભાવનગરનો સમાવેશ થાય છે.

દર કલાકે 65 વ્યક્તિઓ થાય છે કોરોનાથી સંક્રમિત,

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૧, સુરતમાંથી ૩ જ્યારે ભરૃચ-ખેડામાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૦૪૭, સુરતમાં ૮૯૭, ભરૃચમાં ૧૮ અને ખેડામાં ૧૬ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૩૬૦, સુરતમાંથી ૨૨૧, વડોદરામાંથી ૧૭૧, રાજકોટમાંથી ૧૨૫ એમ રાજ્યભરમાંથી કુલ ૧૪૫૧ દર્દીઓ કોરોનાથી સાજા થતાં રીક્વરી રેટ ૯૦.૯૫% છે. ગુજરાતમાં હાલ ૫,૧૭,૫૬૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૮૯૬૦ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૭૭,૫૯,૭૩૯ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here