અહમદ પટેલે પોતે જીવ્યા ત્યાં સુધી પરિવારને રાજકારણથી દૂર રાખ્યો હતો. હવે તેમના નિધન પછી તેમના પરિવારમાંથી તેમનાં પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકી રાજકારણમાં સક્રિય થાય એવી શક્યતા છે. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ રાજકારણમાં બહુ રસ નથી લેતા. એ પોતાના બિઝનેસમાં વ્યસ્ત છે ત્યારે પટેલનો રાજકીય વારસો તેમનાં દીકરી સાચવશે એવી શક્યતા છે.

અહમદ પટેલની દિકરીને કોંગ્રેસમાં અપાશે મહત્વનું સ્થાન

કોંગ્રેસનાં સૂત્રો પણ આ વાતને સમર્થન આપે છે. તેમના મતે, મુમતાઝ પટેલની ભૂમિકા શું હશે એ નક્કી નથી પણ કોંગ્રેસમાં તેમને મહત્વનું સ્થાન અપાશે એ નક્કી છે. અહમદભાઈની અંતિમક્રિયાને લગતી તમામ વિધી પૂરી થાય પછી મુમતાઝ સાથે ચર્ચા કરીને આ અંગે નિર્ણય લેવાશે.

મુમતાઝના રાજકારણમાં પ્રવેશની અટકળો તેજ

અહમદ

મુમતાઝ પટેલ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સક્રિય છે. પટેલના નિધન પછી તેમણે વીડિયો મેસેજમાં સૌનો આભાર માન્યો છે. આ વીડિયોમાં મુમતાઝ પોતાના પપ્પાની વિચારધારા અને સિધ્ધાંતોની પણ વાત કરે છે. આ વીડિયો કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મૂકાયો છે તેથી પણ મુમતાઝના રાજકારણમાં પ્રવેશની અટકળો તેજ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here