બિહારમાં વિધાનસભા સ્પીકરની ચૂંટણી પહેલાં લાલુ પ્રસાદ યાદવે રાંચી જેલમાંથી ભાજપના ધારાસભ્યને ફોન કર્યો હોવાના ભાજપના દાવાએ ખળભળાટ મચાવ્યો છે. ભાજપના સુશીલ મોદીએ એક ઓડિયો ટેપ સોશિયલ મીડિયા પર મૂકીને દાવો કર્યો કે, લાલુએ ભાજપના ધારાસભ્ય લલન પાસવાનને ફોન કરીને મતદાન સમયે ગેરહાજર રહેવા કહ્યું હતું. મોદીનો દાવો છે કે, લાલુએ બીજા ધારાસભ્યોને પણ ફોન કર્યા હતા. આરજેડીએ આ ટેપ ખોટી હોવાનો દાવો કર્યો છે.

લાલુને જેલની બહાર આવતા રોકવાની વ્યૂહરચનાના ભાગરૂપે વિવાદ ઉભો કરાયો

ભાજપનાં સૂત્રો અંદરખાને સ્વીકારે છે કે, આ દાવો નાટક છે અને લાલુને જેલની બહાર આવતા રોકવાની વ્યૂહરચનાના ભાગરૂપે વિવાદ ઉભો કરાયો છે. લાલુને આ મહિનાના અંતમાં જામીન મળી જાય એવી શક્યતા છે.

ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડીની સરકાર

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડીની સરકાર છે તેથી રાંચી એઈમ્સમાં દાખલ થઈને લાલુ જલસા કરે છે. ભાજપને તેની સામે વાંધો નથી પણ બિહારમાં લાલુ જેડીયુ સરકારને ઉથલાવી ના દે તેનો ડર છે. આ કારણે ગમે તે બહાને લાલુને રાંચીથી દિલ્હીની તિહાર જેલમાં મોકલાય એવું ભાજપ ઈચ્છે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here