• NIAના જણાવ્યા પ્રમાણે, આ લોકોને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન સ્થિત અલકાયદા આતંકવાદીઓએ કટ્ટરપંથી ગણાવ્યા હતા
  • તેમને દિલ્હી-NCR અને ભીડભાડ વાળા વિસ્તારમાં બ્લાસ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી

પશ્વિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમથી અલકાયદાના નવ આતંકીઓને ઝડપી લેવાયા છે. આ કાર્યવાહી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ(NIA) કરી છે. NIAની કાર્યવાહી હાલ ચાલું છે.

NIAના જણાવ્યા પ્રમાણે, શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી છે કે આ લોકોને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન સ્થિત અલકાયદા આતંકવાદીઓએ કટ્ટરપંથી ગણાવ્યા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓમાંથી લ્યૂ ઈન અહમદ અને અબુ સૂફિયાન પશ્વિમ બંગાળથી, જ્યારે મોસારફ હુસૈન અને મુર્શીદ હસન કેરળથી છે.

હથિયાર, વિસ્ફોટક અને કવચ પણ મળ્યા
આ ગેન્ગ પૈસા ભેગા કરવામાં લાગી ગઈ હતી. ગેન્ગના ઘણા સભ્ય હથિયાર અને દારૂગોળા ખરીદવા માટે દિલ્હી જવાના હતા. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં ડિઝીટલ ડિવાઈસ, દસ્તાવેજ, જેહાદી સાહિત્ય, ધારદાર હથિયાર, ફાયર આર્મ્સ, ઘરમાં જ બનાવાયેલા કવચ અને એક્સપ્લોસિવ ડિવાઈઝ પણ જપ્ત કરવામા આવ્યા છે.

UNના રિપોર્ટમાં ભારતને સચેત કરાયું હતું
આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્ર (UN)એ બે મહિના પહેલાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે કેરળ અને કર્ણાટકમાં મોટી સંખ્યામાં IS આંતકી હોઈ શકે છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા (AQIS) આતંકી સંગઠન હુમલાનું કાવતરુ ઘડી રહ્યા છે. AQISમાં હાલનો પ્રમુખ ઓસામા મહમૂદ છે, જેણે ઠાર કરવામાં આવેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે. તે ઉમરની મોતનો બદલો લેવા માટે વિસ્તારમાં જવાબી કાર્યવાહીનું કાવતરું ઘડી રહ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે- અલકાયદાના 200 આંતકીઓ હોઈ શકે છે
રિપોર્ટમાં ISને મદદ કરતાં એક દેશે જણાવ્યું હતું કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલકાયદાના 180થી 200 આતંકીઓ છે. તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારના છે. ભારતીય ઉપમહાદ્વીપમાં અલકાયદા ISના સહયોગી છે.

ISએ ભારતમાં નવું રાજ્ય બનાવવાનો દાવો કર્યો હતો
ISએ 10 મે 2019માં તેમની ન્યૂઝ એજન્સી અમાક તરફથી દાવો કર્યો હતો કે, તેઓ ભારતમાં એક નવું રાજ્ય ‘વિલાયાહ ઓફ હિન્દ’ સ્થાપવામાં સફળ થઈ ગયા છે. આ દાવો કાશ્મીરમાં એન્કાઉન્ટર પછી કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં સોફી નામનો આતંકી ઠાર કરાયો હતો. જેનો સંબંધ આ સંગઠન સાથે હતો. તે અંદાજે 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી કાશ્મીરના ઘણાં આતંકી સંગઠનોમાં કામ કરી ચૂક્યો હતો. ત્યારપછી તે ISમાં સામેલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here