કેન્દ્ર સરકારની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના ગઢમાં ગાબડું પાડવા ભાજપ કટિબદ્ધ હોય એવી છાપ પડી રહી હતી. હાલ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે. આ પ્રસંગે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, અન્ય પ્રધાન સ્મૃતિ ઇરાની, ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જેવા ટોચના નેતાઓ હૈદરાબાદની મુલાકાત લઇ ચૂક્યા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ભાજપે લોકસભાની ચૂંટણી જેવો રંગ આપી દીધો
રવિવારે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો. ચૂંટણી ડિસેંબરની પહેલીએ શરૂ થવાની હતી. એક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ભાજપે લોકસભાની ચૂંટણી જેવો રંગ આપી દીધો હતો. પક્ષના દિગ્ગજ નેતાઓ અહીં ઊતરી પડ્યા હતા. જો કે ભાજપ બરાબર જાણે છે કે ટીઆરપી અને ઓવૈસીના ગઢમાં ગાબડું પાડવાનું કામ સરળ નથી.
અહીં બહુમતી મેળવવી સહેલી નથી એ હકીકત ભાજપ જાણે છે
2016માં અહીં થયેલી જીએચએમસી (ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પેારેશન)ની ચૂંટણીમાં ટીઆરપીને 99 અને ઓવૈસીને મળેલી 44 બેઠકોની તુલનાએ ભાજપને રોકડી પાંચ બેઠક મળી હતી. કદાચ એટલેજ આ વખતે ભાજપે ટોચના નેતાઓને અહીં ઊતાર્યા હતા. વિશ્વસનીય વર્તુળોએ કહ્યું હતું કે અહીં બહુમતી મેળવવી સહેલી નથી એ હકીકત ભાજપ જાણે છે.