નરેન્દ્ર મોદી પોતાના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબથી અકળાયા છે. બુધવારે મળેલી બેઠકમાં આ મુદ્દે તેમણે મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓને તતડાવી નાંખ્યા. મોદીએ મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં થઈ રહેલા વિલંબની સમસ્યા ક્યારે ઉકેલાશે એ સવાલનો જવાબ અધિકારીઓ પાસે માંગ્યો હતો પણ સરખો જવાબ ના મળતાં મોદી બગડયા હોવાનું સૂત્રોનું કહેવું છે. મોદીએ પ્રોજેક્ટના પ્રી-કન્સ્ટ્રકન વર્કની ધીમી ગતિ સામે પણ નારાજગી વ્યક્ત કરી.

ગુજરાતમાં જમીન સંપાદનનું ૮૫ ટકા કામ થઈ ગયું

મોદીએ અકળાઈને રેલ્વે મંત્રાલયના અધિકારીઓને એમ પણ કહી દીધું છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતમાં જેટલું કામ કરવાનું છે એ સમયસર પતાવી દો કેમ કે ગુજરાતમાં જમીન સંપાદનનું ૮૫ ટકા કામ થઈ ગયું છે. મોદીએ ઉધ્ધવ ઠાકરેને આડકતરી ચીમકી આપતાં કહ્યું કે, રાજ્ય સરકાર સહકાર નહીં આપે તો કેન્દ્ર પ્રોજેક્ટ પડતો મૂકી દેશે એવા ભ્રમમાં ના રહેતા.

૫૦૯ કિલોમીટર પ્રોજેક્ટમાં ૩૨૫ કિલોમીટરનું કામ ગુજરાતમાં કરવાનું

બુલેટ ટ્રેનના ૫૦૯ કિલોમીટર પ્રોજેક્ટમાં ૩૨૫ કિલોમીટરનું કામ ગુજરાતમાં કરવાનું છે. મોદીના તેવર જોતાં એ મહારાષ્ટ્રને બાજુ પર મૂકી ગુજરાતમાં બુલેટ ટ્રેન દોડાવે એવું પણ બને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here