પાટણમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની જન્મતિથિની ઉજવણી કરવામાં આવી. દેવદિવાળીના દિવસે ધોળકામાં જન્મેલા હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ પાટણ બની. તેમણે સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગુજરાતી વ્યાકરણનો અનન્ય ગ્રંથ લખ્યો. ત્યારે તેમની જન્મતિથિ નિમિતે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિરમાં પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી. જે નિમિતે તેમણે લખેલા પુસ્તકોનું નિદર્શન અને પ્રદર્શન યોજવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here