વડોદરા નજીક અનગઢ ગામે બે મહિલાઓને લાંબા સમયથી પજવતા રોમિયોને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડયો છે. અનગઢના બ્રાહ્મણ ફળિયામાં રહેતો પ્રવીણ ઉર્ફે અશ્વિન ઉર્ફે ગલો રાવળ નામનો વિકૃત માનસિકતા ધરાવતો યુવક છેલ્લા કેટલાક સમયથી ગામની કેટલીક મહિલાઓને પરેશાન કરી રહયો હોવાથી તેની સામે ભારે રોષ ફેલાયો છે.
રોમિયાના ત્રાસથી કંટાળેલી મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પકડાયેલો પ્રવીણ ફરીથી મહિલાઓને પજવવા માંડ્યો
થોડા સમય પહેલાં રોમિયાના ત્રાસથી કંટાળેલી મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પકડાયેલો પ્રવીણ ફરીથી મહિલાઓને પજવવા માંડ્યો હતો. આ ફળિયામાં રહેતી આ નામની મહિલાને ડિલિવરી કરવાની છે, એક બહેનને કોરોના થયો છે.
પ્રવિણની હેરાનગતિનો ભોગ બનેલી બે મહિલાએ નંદેશરી પોલીસ સ્ટેશને વધુ એક ફરિયાદ
તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલો તેમ કહી મહિલાઓને પજવતા પ્રવીણ ગલો વોટ્સઅપ ઉપર પણ બીભત્સ મેસેજો અને ફોટા મોકલતો હતો. પ્રવિણની હેરાનગતિનો ભોગ બનેલી બે મહિલાએ નંદેશરી પોલીસ સ્ટેશને વધુ એક ફરિયાદ નોંધાવતા પોલીસે અમદાવાદ ખાતેથી પ્રવીણની અટકાયત કરી છે.