વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સોમવારના પોતાના સંસદીય વિસ્તાર વારાણસી (Varanasi)ની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ દેવ દિવાળી (Dev Diwali) ઉત્સવમાં સામેલ થશે. હિંદૂ કેલેન્ડરના કારતક મહિનાની પૂનમે દેવ દિવાળી મનાવવામાં આવે છે. આ વર્ષે દિવાળીને ગંગા નદી (Ganga River)ના બંને કિનારાઓ પર 15 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Aditya Nath)ની સાથે વડાપ્રધાન ક્રૂઝ પર ચેતરામ ઘાટ જશે અને ત્યાં એક શાનદાર લેઝર શો પણ જોશે.
2013માં 4 લેનનો હતો હાઈવે
વારાણસીના ખંડૂરી ગામમાં વારાણસી-પ્રયાગરાજ 6-લેન હાઇવેનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેવ દિવાળી અને ગુરૂ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવ પર આજે કાશીને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધુ એક ભેટ મળશે. આનો લાભ કાશીની સાથે જ પ્રયાગરાજના લોકોને પણ થશે. તમને બધાને ખુબ-ખુબ અભિનંદન. મને યાદ છે કે 2013માં મારી પહેલી જનસભા આ મેદાન પર થઈ હતી, ત્યારે અહીંથી પસાર થતો હાઇવે 4 લેનનો હતો. આજે બાબા વિશ્વનાથના આશીર્વાદથી આ 6 લેનનો થઈ ગયો છે.
2447 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયો છે હાઈવે
73 કિમી લાંબા આ હાઈવેના નિર્માણ પાછળ 2447 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, “દેવ દિવાળી અને ગુરૂ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવ પર આજે કાશીને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધુ એક ભેટ મળી રહી છે. આનો લાભ કાશીની સાથે જ પ્રયાગરાજના લોકોને પણ થશે. તમને બધાને ખુબ-ખુબ અભિનંદન.” જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “70 કિમીથી વધારેની આ સફ હવે આરામથી અને ઝડપી ગતિએ થશે. આનાથી કાશી અને પ્રયાગરાજ જવાનું વધારે સરળ થઈ ગયું છે. આનો લાભ કુંભના સમયે પણ લોકોને મળશે.”
આઝાદી બાદ ક્યારેય નથી થયું આટલું કામ
પીએમ મોદીએ કહ્યું કે, “ગત વર્ષોમાં કાશીના સૌંદર્યકરણની સાથે સાથે અહીં કનેક્ટિવિટીમાં જે કામ થયું છે, તેનો લાભ હવે જોવા મળી રહ્યો છે. નવા હાઈવે બનાવવા હોય, પુલ-ફ્લાઇ ઑવર બનાવવા હોય, જેટલું કામ બનારસ અને આસપાસના વિસ્તારોમાં હવે થઈ રહ્યું છે. તેટલું આઝાદી બાદ ક્યારેય નથી થયું.”