જમ્મુ-કાશ્મીરમાં જોજિલા પાસ ખાતે બરફનું તોફાન અને હિમસ્ખલનની ઝપેટમાં આવીને એક વાહન બરફમાં ફસાઇ ગયું હતુ. આ વાહનમાં પાંચ જેટલા લોકો સવારી કરી રહ્યા હતા. બરફમાં ફસાઇ જવાના કારણે આ વાહન ન તો આગળ વધી રહ્યું હતુ કે ન તો પાછળ ખસી શકતું હતુ.

તેવામાં જો સમયસર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની ટીમ ત્યાં ન પહોંચી હોત તો કોઇ મોટી દુર્ઘટનાની શક્યતા હતી. બીઆરઓની ટીમે ત્યાં પહોંચીને પહેલા બરફ હટાવ્યો. અને ત્યારબાદ ક્રેનની મદદથી વાહનને ખેંચીને બહાર કાઢ્યું હતુ. જે બાદ વાહનમાં ફસાયેલા લોકોને બચાવ્યા. રેસક્યૂ કરવામાં આવેલા લોકોને બીઆરઓ કેમ્પમાં લઇને જઇને તેમના ખાવા-પીવા અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here