દેશભરમાં વધતી મોંઘવારી વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ રાંધણ ગેસના મોર્ચે ડિસેમ્બરમાં રાહત આપી છે. 1 ડિસેમ્બર 2020એ પણ ઘરેલૂ રાંધણ ગેસ (LPG Gas Cylinder)ના ભાવમાં કોઇ બદલાવ નથી થયો. તેની પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ HPCL, BPCL, IOCએ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ બદલાવ કર્યો ન હતો. જો કે 19 કિલોગ્રામ વાળા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 55 રૂપિયા સુધીનો વધારો થયો છે.

છેલ્લે જુલાઇમાં વધ્યા હતાં LPG ગેસ સિલિન્ડરના ભાવ

જણાવી દઇએ કે પહેલા જુલાઇ મહિનામાં 14 કિલોગ્રામ વાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 4 રૂપિયા વધારવામાં આવી હતી, સાથે જ જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા સબસિડી વિનાના LPG સિલિન્ડરના ભાવમાં 11.50 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે મેમાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો.

lpg

ચેક કરી લો LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ (LPG Price in India 01 December 2020)

દેશની સૌથી મોટી ઓયલ માર્કેટિંગ કંપની IOCની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ અનુસાર દિલ્હીમાં સિલિન્ડરની કિંમતો સ્થિર છે. જો દિલ્હીની વાત કરીએ તો હાલ 14.2 કિલોના સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 594 રૂપિયા છે. સાથે જ જો મુંબઇમાં સબસિડી વાળા સિલિન્ડરની કિંમત જોઇએ તો ત્યાં પણ 594 રૂપિયા જ ચુકવવાના છે. પરંતુ ચેન્નઇમાં આ કિંમત 610 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે અને કલકત્તામાં 14.2 કિલોના આ સિલિન્ડર માટે તમારે 620 રૂપિયા ચુકવવાના છે.

lpg

કમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા

ડિસેમ્બર મહિના માટે 19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ચેન્નઇમાં સૌથી વધુ 56 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. હવે અહીં એક કમર્શિયલ સિલિન્ડર માટે 1410 રૂપિયા ચુકવવાના છે. આ ઉપરાંત દેશની રાજધાની દિલ્હીમાં 55 રૂપિયાનો વધારો થયો છે. અહીં આ સિલિન્ડરનો રેટ 1296 રૂપિયા છે. કલકત્તા અને મુંબઇમાં પણ 55 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ આ બંને શહેરોમાં નવા ભાવ અનુક્રમે: 1351 અને 1244 રૂપિયા છે.

lpg

ક્યાંથી ચેક કરશો LPGના ભાવ

રાંધણ ગેસના ભાવ ચેક કરવા માટે તમારે સરકારી ઓયલ કંપનીની વેબસાઇટ પર જવાનુ છે. અહીં કંપનીઓ દર મહિને નવા રેટ્સ જારી કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx આ લિંક પર જઇને તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરના રેટ્સ ચેક કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here