આ વર્ષે દિલ્હીમાં નવેમ્બરમાં ૭૧ વર્ષની સૌથી વધારે ઠંડી પડી રહી છે. સોમવારે દિલ્હીમાં લઘુતમ તાપમાન ૬.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પાટનગર દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં પ્રચંડ ઠંડી પડી રહી છે. રાજસ્થાનમાં પાછલા ૧૦ વર્ષમાં પ્રથમવાર નવેમ્બર મહિનામાં જ તાપમાન શૂન્યની નજીક આવી ગયું છે. આ વર્ષે દિલ્હીનો નવેમ્બર મહિનો પાછલા ૭૧ વર્ષનો સૌથી ઠંડો મહિનો પુરવાર થયો છે,  સરેરાશ લઘુતમ તાપમાન ગગડીને ૧૦.૨ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું.

સિમલામાં સમયથી પહેલાં બરફવર્ષા શરૂ થઈ

સિમલામાં સમયથી પહેલાં બરફવર્ષા શરૂ થઇ છે પણ દિલ્હીના ઠંડા તાપમાનથી વધારે અંતર નથી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો દરમિયાન ઠંડીમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા જણાતી નથી. હમાચલપ્રદેશના સૌથી લોકપ્રિય ટૂરિસ્ટ સ્પોટ ગણાતા સિમલામાં આ વખતે સમય અગાઉ બરફવર્ષા નોંધાઇ છે પરંતુ કોરોનાનાં કારણે ઘણા ઓછા ટૂરિસ્ટ છે.

નિવાર બાદ વધુ એક વાવાઝોડું તામિલનાડુ પર ત્રાટકી શકે

તામિલનાડુ વાવાઝોડા નિવારના મારમાંથી બહાર આવ્યું નથી ત્યાં વધુ એક વાવાઝોડાની અસર દક્ષિણના રાજ્ય પર થવાની શક્યતા છે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. આ વાવાઝોડું બીજી ડિસેમ્બરે શ્રીલંકાના દરિયાકિનારા સાથે ટકરાશે અને તેના પરિણામે તામિલનાડુમાં અને કેરળમાં ભારે વરસાદ વરસશે તેમ તેણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here