• સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસથી એકંદરે સાર્વત્રિક વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ય આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 128 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર ઉત્તર અને પૂર્વ-મધ્ય ગુજરાત સહિત બાકીના ભાગો એકંદરે કોરાધાકોર રહેશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસ સુધી એકંદરે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ઝોનવાર નોઁધાયેલા વરસાદની કુલ ટકાવારી
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આપેલા આંકડા અનુસાર રાજ્યમાં આ વર્ષે 128 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનના એક જિલ્લામાં સૌથી વધુ 270 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં 112 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 93 ટકા, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 174 ટકા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં 108 ટકા વરસાદ નોંધાયા છે.

રાજ્યમાં ઝોનવાર નોઁધાયેલા એવરેજ વરસાદની સામે કુલ ટકાવારી

ઝોનએવરેજ વરસાદકુલ વરસાદએવરેજ વરસાદની સામે ટકાવારી
કચ્છ4121111269.72
ઉત્તર ગુજરાત719803111.77
પૂર્વ-મધ્ય ગુજરાત81976393.17
સૌરાષ્ટ્ર6771178173.9
દક્ષિણ ગુજરાત14471564108.07
રાજ્યની ટકાવારી8311063.98128.04

મહિના મુજબ રાજ્યમાં નોંધાયેલા વરસાદની ટકાવારી

મહિનોવરસાદની ટકાવારી
જૂન122.24
જુલાઈ228.66
ઓગસ્ટ644.51
સપ્ટેમ્બર68.58
કુલ1063.98

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ભરૂચના વાલિયામાં નોંધાયો
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ બે ઈંચથી વધારે વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયામાં નોંધાયો છે. આ સિવાય વાપીમાં 40 મિમિ, નર્મદાના તિલકવાડામાં 32 મિમિ. ભરૂચના નેત્રંગમાં 20 મિમિ, સુરતના ચોર્યાસીમાં 15 મિમિ અને માંગરોળમાં 14 મિમિ, વડોદરાના વાઘોડિયા અને છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 13 મિમિ, આણંદના આંકલાવ અને વડોદરામાં 12 મિમિ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિ)
ભરૂચવાલિયા61
વલસાડવાપી40
નર્મદાતિલકવાડા32
ભરૂચનેત્રંગ20
સુરતચોર્યાસી15
સુરતમાંગરોળ14
વડોદરાવાઘોડિયા13
છોટાઉદેપુરજેતપુર પાવી13
આણંદઆંકલાવ12
વડોદરાવડોદરા12
ભરૂચઝઘડિયા12

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here