કોરોનાને લીધે સરકારીથી માંડી ખાનગી હોસ્પિટલોમાં નર્સિંગની સ્ટાફની ડિમાન્ડ વધી છે ત્યારે તેની અસર આ વર્ષે નર્સિંગ કોર્સની નવી કોલેજોમાં પણ જોવા મળી છે. નર્સિંગના વિવિધ અભ્યાસક્રમ માટેની આ વર્ષે મોટી સંખ્યામાં સંસ્થાઓએ નવી કોલેજો માટે અરજી કરી છે અને સરકારે 45 કોલેજોને મંજૂરી પણ આપી દીધી છે. ધો.12 પછીના બી.એસસી નર્સિંગ, જનરલ નર્સિંગ અને ઓક્ઝલરી નર્સિંગ સહિતના ત્રણ નર્સિંગના કોર્સ છે અને જેમાં બી.એસસી નર્સિંગમાં ધો.12 સાયન્સના પરિણામના આધારે અને જનરલ નર્સિંગ તથા ઓક્ઝલરી નર્સિંગ 12 સાયન્સ ઉપરાંત સા.પ્ર.ના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાય છે.

ધો.12 પછીના બી.એસસી નર્સિંગ, જનરલ નર્સિંગ અને ઓક્ઝલરી નર્સિંગ સહિતના ત્રણ નર્સિંગના કોર્સ
નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓમાં છોકરાઓ કરતા છોકરીઓનુ પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. દર વર્ષે પેરામેડિકલમાં નર્સિંગ અને ફીઝિયોથેરાપી કોર્સની નવી કોલેજો માટે અનેક સંસ્થાઓની અરજી થાય છે. બે વર્ષમાં નર્સિંગમાં જ 100 જેટલી સંસ્થાઓએ નવી કોલેજ માટે અરજી કરી હતી અને 50થી 60 કોલેજને મંજૂરી મળી હતી.બે વર્ષા બાદ આ વર્ષે કોરોનામાં ઘણી સંસ્થાઓએ નવી નર્સિંગ કોલેજ માટે અરજી કરી છે. સરકારે 45 નવી કોલેજોને મંજૂરી આપી પણ દીધી છે. આ વર્ષે નર્સિંગની નવી કોલેજોની સંખ્યા 50થી વધે તેવી શક્યતા છે.

બે વર્ષમાં નર્સિંગમાં જ 100 જેટલી સંસ્થાઓએ નવી કોલેજ માટે અરજી કરી
જો કે ગત વર્ષે પેરામેડિકલમા ચાર રાઉન્ડ બાદ 5થી6 હજાર બેઠકો ખાલી પડી હતી જેમાં એક હજારથી વધુ બેઠકો નર્સિંગની હતી. તેમાં છતા આ વર્ષે 45 નવી કોલેજોને મજૂરી મળી છે. આ વર્ષે આટલી બધી નવી કોલેજો ખુલવા પાછળનું કારણ કોરોના પણ ગણી શકાય. કારણકે કોરોનાને લીધે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નર્સિંગના સ્ટાફની મોટી ડિમાન્ડ ઉભી થઈ છે.
નવી કોલેજો ખુલવા પાછળનું કારણ કોરોના પણ ગણી શકાય
સરકારે જ કોરોનામાં કોન્ટ્રાકટ આધારીત મોટા પાયે નર્સિગ સ્ટાફની ભરતી કરી છે. નર્સિંગની સ્ટાફની ડિમાન્ડ જોતા નવી કોલેજો માટે અરજીઓ કરી છે અને નવી કોલેજો તો ખુલી છે પરંતુ આ વર્ષે પેરામેડિકલની હજારો બેઠકો ખાલી રહેશે અને તેમાં નર્સિંગની ખાલી બેઠકો પણ વધશે.