અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદીન વધી રહ્યું છે. લોકો તો ઠીક પણ ખુદ ડોક્ટરો પણ કોરોનાથી બાકાત રહી શક્યાં નથી. અમદાવાદ સિવિલના વધુ પાંચ ડોક્ટરો કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ જાણવા મળ્યું છે. આ અગાઉ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગ સહિત અન્ય વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થયા હતાં. આ વાતને હજુ માંડ એકાદ સપ્તાહ વિત્યો છે.

સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગ સહિત અન્ય વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થયા
ત્યાં સિવિલના વધુ પાંચ ડોક્ટરો કોરોનાની ચપેટમાં આવ્યાં છે. આ બધાય ડોક્ટરોને સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે, અત્યાર સુધીમાં કુલ 462 ડોક્ટરોથી માંડીને નર્સિગ સહિતનો સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યો છે. ઉલ્લેખનીય છેકે, ડોક્ટરોની અછતને પગલે અન્ય શહેરોમાંથી 70થી વધુ સિનિયર અને રેસિડેન્ટ ડોક્ટરોને અમદાવાદ સિવિલમાં ડેપ્યુટેશન પર બોલાવાયાં છે.

અમદાવાદ સિવિલમાં ડેપ્યુટેશન પર બોલાવાયાં
કોરોનાના કેસો વધતાં સુરત, જામનગર, ભાવનગર,રાજકોટ અને વડોદરાથી ડોક્ટરોને બોલાવવા પડયાં છે. એક તરફ, ડોક્ટરોની અછત વર્તાઇ રહી છે ત્યારે બીજી તરફ, ખુદ ડોક્ટરો જ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. આ કારણોસર સિવિલમાં ડોક્ટરો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ ચિંતિત બન્યો છે.

અમદાવાદમાં 65 તબીબો થયા છે સંક્રમિત
તેમાં 20 જેટલાં ડૉક્ટરોનો વધારો થતાં આંકડો 85 જેટલો થયો છે. જેમાંથી કેટલાંક તો સાજા થઈને કામે પણ લાગી ગયા છે. ઉપરાંત ખાનગી હોસ્પિટલોના મોટી ઉંમરના ડૉક્ટરો પણ કોરોનાગ્રસ્ત થયા છે. બેથી વધુ એવા કેસો છે, જેમાં અગાઉ સંક્રમિત થયેલાઓ ફરીથી સંક્રમિત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ-મે ના પહેલાં રાઉન્ડ વખતે પણ સરકારી અને ખાનગી હોસ્પિટલોના 192 જેટલાં ડૉક્ટરો કોરોનામાં સપડાયા હતા. જેમાંથી ત્રણથી વધુ ડૉક્ટરોના કરૂણ મૃત્યુ થયા હતાં. તે સમયે એસવીપી અને એલ.જી. હોસ્પિટલના ડૉક્ટરો મોટા પ્રમાણમાં સંક્રમિત થયા હતાં.