કોરોનાને કારણે મોટાપાયે લગ્નનું આયોજન કરવાં પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનાં સુરત જિલ્લામાં આવેલ બારડોલીના એક રાજસ્થાની પરિવારે દીકરાના લગ્ન સાદગીપૂર્ણ  કરીને લગ્નમાં ખર્ચ થાય એમાં બચત કરી કોરોનાગ્રસ્ત લોકોની માટે પ્રધાનમંત્રી કેર ફંડમાં કુલ 3 લાખ રૂપિયાની સહાય કરીને બિરદાવવા યોગ્ય કામ કર્યું છે.

સુરત જિલ્લામાં આવેલ બારડોલી તાલુકાના એક રાજસ્થાની ગોયલ પરિવારે રાત્રિ કર્ફ્યુની વચ્ચે લગ્ન કર્યા છે. કોરોનાને કારણે સરકારે બહાર પાડેલ નવી ગાઇડલાઇન પ્રમાણે ગોયેલ પરિવારે પોતાના દીકરાના લગ્નમાં આવનાર મહેમાનોને સૅનેટાઇઝર તથા સ્ટીમ મશીન આપ્યા છે.

આટલું જ નહિ પણ લગ્ન સદાયથી કરી જે પણ ખર્ચ બચ્યો તેમાં કુલ 3 લાખ રૂપિયાની રકમ પ્રધાનમંત્રી કોવિડ કેર ફંડમાં આપીને સરકારની સાથે કોરોનાની લડતમાં સહભાગી પણ બન્યા છે. નવી ગાઇડલાઇન્સ પ્રમાણે એક બાજુ મહેમાનોની સંખ્યા 100 કરી દેવામાં આવી છે તેમજ રાત્રિ કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે.

જયારે બીજી તરફ સુરત જિલ્લામાં આવેલ બારડોલી નગરના ગોયેલ પરિવારે લોકો સામે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે. બારડોલીના સુરેશભાઈ ગોયેલના પુત્રના લગ્ન પ્રસંગે કુટુંબીઓએ સાથે મળીને સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં સુરતના રાધાકૃષ્ણ મંદિર ખાતે આ પરિવાર દ્વારા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ખુબ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યાં હતા.

મંદિરમાં લગ્નનું આયોજન થવાથી લાખો રૂપિયાની બચત થતા તેમાંથી કુલ 3 લાખ રૂપિયા પ્રધાનમંત્રી ફંડમાં આપીને કોરોનાની લડાઈમાં સહભાગી બન્યા હતા. આ લગ્નમાં ફક્ત સરકારી ગાઇડલાઇનનું જ નહિ પરંતુ જે મહેમાનો વરવધૂને આશીર્વાદ આપવા માટે લગ્નમાં હાજર રહ્યા હતા.

તેઓને સૅનેટાઇઝરની પેન તથા સ્ટીમ મશીન આપીને કોરોનકાળમાં જાગૃત રહેવાનું આવાહન પણ કરવામાં આવ્યું હતું. લોકો મોટા પ્રમાણમાં એકત્ર ન થાય એની માટે ફેસબુક પર લગ્ન લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ફેસબૂક લાઈવ પર આ લગ્ન બંને પરિવારના સભ્ય તથા મિત્રમંડળ મળીને કુલ 3,000 થી પણ વધારે લોકોએ આશીર્વાદ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here