છેલ્લા ઘણા દિવસોથી દેશભરના ખેડૂતો હાલ કૃષિ બિલને લઈને ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. રાજધાની દિલ્હી કૂચ આંદોલન વધુ વેગ પકડી રહ્યા છે, ત્યારે આ સમસ્યા વચ્ચે નરેન્દ્ર મોદીએ અમિત શાહને ખેડૂતોના આંદોલનનો અંત લાવવાની જવાબદારી સોંપ્યા પછી શાહે ભારતીય કિસાન યુનિયન ઉગરાંહાના જોગિંદરસિંહ ઉગરાહાને શાહે સીધો ફોન કરતાં જોગિન્દરસિંહ લાઈમ લાઈટમાં આવી ગયા છે. આ ઉગરાહા કોણ છે એ સવાલ દિલ્હીમાં ચર્ચાઈ રહ્યો છે.

આ ઉગરાહા કોણ છે એ સવાલ દિલ્હીમાં ચર્ચા

ભારતીય કિસાન યુનિયન ઉગરાંહાના જોગિંદરસિંહ ઉગરાહાને શાહેનો સીધો ફોન

ભૂતપૂર્વ લશ્કરી જવાન એવા ૭૫ વર્ષીય ઉગરાહા સંગરૂર જિલ્લાના ઉગરાહા ગામના જોગિન્દરસિંહની ઈમેજ અત્યંત પ્રમાણિક ખેડૂત નેતા તરીકેની છે. ઉગરાહાને બે દીકરીઓ છે અને બંને પરણી ચૂકી છે તેથી ઉગરાહા ખેડૂતોને સમપત થઈને કામ કરે છે. તેમની પાસે માત્ર પાંચ એકર જમીન છે અને ડેરી છે તેથી નાના ખેડૂતો તેમને પોતાનામાં જ એક સમજે છે. ૨૦૦૨માં તેમણે ખેડૂત સંગઠન બનાવ્યું.

બે દાયકાથી ઓછા સમયમાં તેમનું સંગઠન પંજાબનું સૌથી મોટું ખેડૂત સંગઠન બની ગયું છે. શાહે જોગિન્દરસિંહને બુરાડીમાં વિરોધ કરવા વિનંતી કરી હતી પણ ઉગરાહાએ ઈન્કાર કરી દીધો. ઉગરાહએ શાહને સંભળાવ્યું પણ ખરૂં કે, જંતર મંતર પર દેખાવ કરવા અમારો બંધારણીય અધિકાર છે પણ તમે અમારો અધિકાર છિનવી રહ્યા છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here