સુરતના ખત્રી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોવા છતાં તે છોડીને પિયર ચાલી જતા ઉશ્કેરાયેલા યુવાને કાપડદલાલ સાઢુભાઈ, તેના પરિવાર, પત્ની, તેના માતા-પિતા અને અન્ય પરિવારજનો વિશે ફેસબુક ઉપર બિભત્સ લખાણ લખવા માંડયું હતું. એટલું જ નહીં તેણે સંબંધ નહીં રાખતા સાઢુભાઈની બદનામી થાય તેવું લખાણ લખી ગાળો પણ લખતા છેવટે મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

પત્ની પિયર આવી જતા વિફરેલા પતિએ કરી આવી હરકત

ફોટા

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડભોલી રોડ વિસ્તારમાં રહેતા ખત્રી સમાજના 38 વર્ષીય કાપડદલાલની 26 વર્ષીય સાળીએ કરણ કેશવભાઈ વાળા સાથે પ્રેમલગ્ન કરતા તેમણે બંને સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો.

દરમિયાન, 2019 ની દિવાળી બાદ તેમની સાળી કરણને છોડી પિયરમાં આવી જતા ઉશ્કેરાયેલા કરણે માર્ચ 2020 થી પોતાના ફેસબુક એકાઉન્ટમાં કાપડદલાલ, તેના પત્નીને બદનામ કરતું લખાણ લખવા માંડયું હતું. કરણે કાપડદલાલને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી હતી પરંતુ તેમણે સ્વીકારી ન હતી. આથી કરણના કરતૂત અંગે તેમને જાણ ન હતી. બાદમાં તેમને પિતરાઈ ભાઈએ જાણ કરતા તેમણે કરણના ફેસબુક એકાઉન્ટની વોલ ઉપર જોયું તો તેણે અવારનવાર આવું લખાણ લખ્યું હતું.

એટલું જ નહીં કરણે પત્ની, તેના માતા-પિતા અને અન્ય પરિવારજનો વિશે પણ બિભત્સ લખાણ લખી તમામને ગાળો આપી હતી. આથી છેવટે કાપડદલાલે ગતરોજ કરણ વાળા વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here