આગ્રા નજીક પત્નિએ પતિને મોબાઈલની લોકેશનની મદદથી પ્રેમિકા સાથે પકડી પાડ્યો અને તે બાદ પ્રેમિકાની ધોલાઈ કરી, હોબાળો થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા જોકે કોઈ લેખિત ફરિયાદ નોંધાઈ નથી. આગ્રામાં ખાનગી કંપનીમાં નોકરી કરતો એક યુવક નવ મહિના પહેલા તે પોતાની બાઈક પર ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક વિદ્યાર્થીનીએ લિફ્ટ માંગી. તેણે વિદ્યાર્થીનીને કોલેજ સુધી છોડી. આ દરમિયાન વાતચીત બાદ મોબાઈલ નંબરનું આદાન-પ્રદાન થયું. તેઓ વાતચીત કરવા લાગ્યા. યુવક પહેલાંથી પરણિત હતો.

પતિ રાત્રે મોડો આવતા પત્નીને થઇ શંકા, લોકેશન એપની લીધી મદદ

તે પોતાની પ્રેમિકાને કોલેજ સુધી છોડવા માટે ઘરેથી જલ્દી નિકળવા લાગ્યો અને ઘણીવાર રાત્રે મોડો આવતો. તેનાથી તેની પત્નિને શંકા થઈ. પુછવા પર દર વખતે ઓફિસના કામનું કારણ આગળ ધરી દેતો હતો. પરંતુ થોડાં દિવસો બાદ પત્નિને તેની પ્રમિકા વિશેની જાણ થઈ. એક પરિચિતે તેને પતિના મોબાઈલ લોકેશનને એક એપની મદદથી જોઈ શકાય છે અને તે બાદ પત્નિએ પતિના લાઈવ લોકેશન પર નજર રાખવાનું શરૂ કરી દીધું. થોડાં દિવસ પતિનું લોકેશન એક જ જગ્યાએ આવ્યું.

પતિને પ્રેમિકા સાથે રંગે હાથ પકડ્યો

રવિવારની સવારે પણ યુવક પ્રેમિકાને મળવા માટે ગયો અને આ તરફ પત્નિ પણ લોકેશનની મદદથી પતિ પાસે પહોંચી ગઈ જ્યાં તેનો પતિ અને પ્રેમિકા વાતચીત કરી રહ્યાં હતા. આ જોયા બાદ પત્નિએ હોબાળો કર્યો અને બાદમાં યુવતીની ધોલાઈ કરી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. જોકે પતિ સામે કોઈ ફરિયાદ નોંધાવ્યા વિના જ પત્નિ ચાલી ગઈ. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર ઘટનાની કોઈ લેખિત ફરિયાદ નોંધાઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here