માથાબૂડ દેવામાં ડૂબેલા રિલાયન્સના અનિલ અંબાણીની વધુ એક કંપનીએ ડિફોલ્ટ કર્યો હોવાની માહિતી પ્રગટ થઇ હતી. રિલાયન્સ કેપિટલે HDFC  અને Axis બેંક પાસેથી લીધેલી લોન પરત ભરપાઇ કરી નથી એવી માહિતી બહાર આવી હતી. કંપનીએ એવો દાવો કર્યો હતો કે મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટ ઉપરાંત ડેટ રિકવરી ટ્રાઇબ્યુનલે અમારી એસેટ્સ વેચવા પર પ્રતિબંધ લાદ્યો હોવાથી અમે લોનના હપ્તા ભરી શકતા નથી.

રિલાયન્સ કેપિટલે HDFC-Axis બેંકની લોનને ડિફોલ્ટ જાહેર કરી દીધી

રિલાયન્સ કેપિટલે HDFC-Axis બેંકની લોનને ડિફોલ્ટ જાહેર કરી દીધી હતી. સોમવારે કંપનીએ આ બાબતની જાણ શૅરબજારને કરી દીધી હતી. ચાલુ વર્ષના ઓક્ટોબરની 31મી સુધીમાં રિલાયન્સ કેપિટલે HDFCનું  4.77 કરોડનું વ્યાજ અને Axis બેંકનું 71 કરોડનું વ્યાજ ચૂકવવાનું બાકી હતું. જો કે મૂળ રકમ ચૂકવાઇ ગઇ હોવાનો દાવો પણ રિલાયન્સ કેપિટલે કર્યો હતો.

એસેટ્સ વેચવાનું કાર્ય અટકાવાતા વ્યાજના હપતા નથી ચૂકવી શકાતા

કંપનીના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટ ઉપરાંત ડેટ રિકવરી ટ્રાઇબ્યુનલે અમારા એસેટ્સ વેચવાના કાર્યને એટકાવી દીધું હોવાથી અમે વ્યાજના હપ્તા ચૂકવી શકતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here