કોરોના કાળ દરમિયાન કામકાજની રીત બદલાઇ ગઇ છે. આ વચ્ચે શ્રમ મંત્રાલય (Labor ministry)એ પણ મહિલાઓ માટે અનેક મોટા એલાન કર્યા છે. તેમાં સેલરીથી લઇને કામ કરવાની રીતમાં બદલાવ કરવાનો પ્લાન બનાવ્યો છે.જણાવી દઇએ કે શ્રમ મંત્રાલયે સંસદમાં નવા શ્રમ કોડનો પ્રસ્તાવ મુક્યો છે. જે પાસ થયા બાદ ઘણુ બધુ પહેલા કરતા વધુ વ્યવસ્થિત થઇ જશે. નવા લેબર કોડ (New Labor Code)થી સૌથી વધુ ફાયદો મહિલા શ્રમિકોને થશે.

મહિલાઓને પુરુષો સમાન દરજ્જો

જણાવી દઇએ કે આ પ્રસ્તાવ અનુસાર તેમને ખનન (Mining) સહિત અનેક અન્ય ક્ષેત્રોમાં કામની આઝાદી મળી શકે છે. આ ઉપરાંત વેતનના મામલે પણ તેમને પુરુષોને બરાબર દરજ્જો આપવા અંગે વાત કરવામાં આવી છે.આ ઉપરાંત આધાર લિંક્ડ ખાતામાં ડિજિટલ પેમેન્ટથી મહિલાઓને એક સમાન વેતન અને લઘુત્તમ મજૂરી સુનિશ્વિત કરવામાં આવી છે. તેનાથી કામકાજી મહિલાઓને ઘણો ફાયદો મળશે.

આ ક્ષેત્રોમાં કામ કરવાની મહિલાઓને મળશે પરવાનગી

મહિલા શ્રમિકોને તમામ ક્ષેત્ર જેવા કે ખનન, નિર્માણ વગેરેમાં પણ કામ કરવાની પરવાનગી મળશે. અત્યાર સુધી મહિલા શ્રમિકોને ખનન અને નિર્માણ જેવા ક્ષેત્રોમાં કામ કરવાની પરવાનગી ન હતી. તેમાં ફક્ત પુરુષ શ્રમિકો જ કામ કરી શકે છે.

મહિલા

તમામને એક સમાન વેતનની જોગવાઇ

હવે ડિજિટલ પેમેન્ટના માધ્યમથી મહિલાઓને ઓછુ વેતન મળવાની ચિંતામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત અત્યાર સુધી દેશમાં અસંગઠિત ક્ષેત્રોમાં પુરુષોની સરખામણીએ મહિલા શ્રમિકોને ઓછુ વેતન ચુકવવામાં આવતુ હતુ. પરંતુ નવા શ્રમ કોડથી વેતનમાં ભેદભાવ પણ દૂર થશે.

હવે પુરુષ અને મહિલા શ્રમિકોને એક સમાન વેતન આપવાની જોગવાઇ થશે. વેતન સીધુ યોગ્ય વ્યક્તિને મળે તેથી ડિજિટલ પેમેન્ટની જોગવાઇ થશે. તેનાથી છેતરપિંડીની આશંકા નહી રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here