કંગના મતે, ભારતની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હિંદી ઈન્ડસ્ટ્રી નહીં પરંતુ તેલુગુ સિનેમા છે

  • કંગનાએ આઠ આતંકીમાં નેપોટિઝ્મ તથા ડ્રગ્સ માફિયાની ગણતરી કરી
  • વડાપ્રધાન કાર્યાલયને તમામ ઈન્ડસ્ટ્રીઝને એક સાથે લાવવાની અપીલ કરી

કંગના રનૌતના મતે બોલિવૂડને આઠ પ્રકારના આતંકવાદીઓમાંથી મુક્તિ અપાવવાની જરૂર છે. આ 8 આતંકવાદી એટલે નેપોટિઝ્મ, ડ્રગ માફિયા, સેક્સિઝ્મ, ધાર્મિક તથા ક્ષેત્રીય આતંકવાદ, વિદેશી ફિલ્મ, પાયરસી, મજૂરોનું શોષણ, પ્રતિભાનું શોષણ. કંગનાએ ટ્વીટ કરીને આ અંગે વાત કહી હતી.

હોલિવૂડ ફિલ્મની રિલીઝ પર સવાલ કર્યો
કંગનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, ‘સૌથી સારી ડબ કરેલી સ્થાનિક ફિલ્મ પૂરા ભારતમાં રિલીઝ થઈ શકતી નથી પરંતુ હોલિવૂડની ડબ કરેલી ફિલ્મ મેનસ્ટ્રીમ રિલીઝ થાય છે. આ વાત ચિંતાજનક છે. મોટાભાગે હિંદી ફિલ્મની ખરાબ ક્વોલિટી તથા થિયેટર સ્ક્રિન્સ પર તેમનો અધિકાર છે.’

‘સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી’
કંગનાએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘લોકો માને છે કે ભારતની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે પરંતુ આ વાત ખોટી છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ સૌથી ઊંચું સ્થાન મેળવ્યું છે અને હવે અનેક ભાષામાં આખા ભારત માટે ફિલ્મ બની રહી છે. અનેક હિંદી ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં શૂટિંગ થઈ રહ્યું છે.’

તમામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સાથે લાવવાની અપીલ
વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરીને કહ્યું હતું, ‘ફિલ્મમાં પૂરા દેશને એક સાથે લાવવાની ક્ષમતા છે, પરંતુ મહેરબાની કરીને આ અલગ-અલગ ઈન્ડસ્ટ્રીને પહેલા એક સાથે લાવો, આ તમામની વ્યક્તિગત ઓળખ છે. જોકે, સામૂહિક ઓળખ નથી. પ્લીઝ અખંડ ભારત માટે આ તમામ ઈન્ડસ્ટ્રીને સાથે લાવવાની જરૂર છે. આપણે દુનિયામાં નંબર 1 બની જઈશું.’

UPના CMએ નવી ફિલ્મસિટી બનાવવાની જાહેરાત કરી
આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં દેશની સૌથી સુંદર ફિલ્મસિટી બનાવવાની જાહેરાત કરી છે. તેમના મતે, નોઈડા, ગ્રેટર નોઈડા તથા યમુના એક્સપ્રેસવેમાંથી ગમે તે એક જગ્યાએ ફિલ્મસિટી બનાવવામાં આવશે. યોગીએ કહ્યું હતું કે નવી ફિલ્મસિટી માત્ર પ્રોડ્યૂસ માટે સારો વિકલ્પ નહીં હોય પરંતુ આનાથી રોજગારી ઉત્પન્ન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here