તાપીમાં ભાજપના ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડની ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે કાર્યક્રમના વાયરલ થયેલા વીડિયોનું વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આદીજાતિ પ્રધાન કાંતિ ગામિતની પૈત્રીની સગાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કાંતિ ગામીતની પુત્રની પુત્રીના સગાઈમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ અને લોકોએ ગરબા લીધા હતા. ગરબામાં માસ્ક તો દૂર પણ સોશિયલ ડિસ્ટંસના ધજાગરા ઉડ્યા હતા. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે આવી ભીડ એકત્ર કરનાર નેતાઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. ગરબામાં સુપરસ્પ્રેડર બનેલી ભીડ સામે પોલીસ દ્વારા પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.

જેથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ ભીડમાં જે કોઈ કોરોનાથી સંક્રમિત હશે તેના સંપર્કમાં આવ્યા હશે તેવાઓને પણ સંક્રમિત થવાની શક્યતાઓ વધી ગઈ છે. મીડિયામાં અહેવાલો પ્રસારિત થતાં પોલીસ પણ એક્શનમાં આવી. બીજી તરફ કાંતિ ગામિતે પણ પોલીસ સ્ટેશન પહોંચી પોતાની ભૂલ થઇ હોવાનું સ્વીકાર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here