બોલિવૂડનો કિંગ ખાન શાહરુખ ખાન દુબઈથી મુંબઇ આવ્યો છે. શાહરુખ ખાન હાલમાં જ યશ રાજ ફિલ્મ સ્ટુડિયોની બહાર જોવા મળ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાન લાંબા વાળ અને ફ્રેન્ચ દાઢી સાથે એક અલગ જ સ્ટાઇલમાં જોવા મળ્યો હતો.શાહરુખ ખાનની આ તસવીર ઇન્ટરનેટ પર અત્યંત ઝડપથી વાયરલ થઈ રહી છે. શાહરુખે તેની નવી આવનારી ફિલ્મ ‘પઠાણ’ પર કામ શરૂ કરી દીધું છે. તેના ફેન્સ ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

શાહરુખે સફેદ ટી-શર્ટ અને બ્લેક કલરનું લોઅર પહેર્યું છે. તેનો આ લૂક અત્યંત શાનદાર લાગી રહ્યો છે. લાંબા વાળમાં શાહરુખ ખાન અલગ જ દેખાઈ રહ્યો છે. એમ માનવામાં આવે છે કે તેણે આ લૂક પઠાણ ફિલ્મ માટે બનાવ્યો છે.

કહેવાય છે કે તાજેતરમાં જ દીપિકા પાદુકોણ પણ શાહરુખ સાથે જોડાઈ હતી. તેની કો-સ્ટાર દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં શાહરુખ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ હશે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરશે. પરંતુ હજી સુધી ખુદ શાહરુખે આ ફિલ્મની ઘોષણા કરી નથી.

શાહરુખ ખાને અગાઉ દીપિકા સાથે ચેન્નાઈ એક્સપ્રેસ, ઓમ શાંતિ ઓમ, હેપ્પી ન્યૂ યર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને આ તમામ ફિલ્મોમાં તેમની જુગલબંધી એકદમ ઉત્તમ હતી. આ ફિલ્મો પણ હિટ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here