નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર પ્રોટેસ્ટનો ચહેરો અને શાહીનબાગની દાદી બિલ્કીસ બાનોને સિંધુ બોર્ડર પરથી પોલીસે ધરપકડ કરી છે. તે આજે ખેડૂતોના આંદોલનને સપોર્ટ કરવા માટે સિંધુ બોર્ડર પર પહોંચ્યા હતા. આ અગાઉ બિલ્કીસ બાનોએ કહ્યુ હતું કે, અમે ખેડૂતોની દિકરીઓ છીએ, તેથી આજે અમે ખેડૂતોના આ વિરોધને સમર્થન કરવા જઈએ છીએ. અમે અમારી અવાજ ઉઠાવીશું. સરકારે અમારી વાત સાંભળવી જોઈએ.

શાહીનબાગમાંથી ચર્ચામાં આવ્યા હતા. બિલ્કીસ દાદી


એવું નથી કે, બિલ્કીસ દાદી નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનમાં જ ફક્ત દેખાયા હતા. તેઓ સવારથી લઈને સાંજ સુધી ત્યાં ધરણા કરતા પણ દેખાયા હતા. તેમણે આ વિરોધમાં છેલ્લે સુધી સાથ આપ્યો હતો.

ટાઈમ મેગેઝીનમાં પણ છવાયા છે આ દાદી


ટાઈમ મેગેઝીનના પત્રકાર રાણા અયૂબે પોતાના લેખમાં બિલ્કીસ દાદીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, બિલ્કીસ દાદી કડકડતી ઠંડીમાં પણ પ્રદર્શન સ્થળ પર બેઠેલા રહેતા, તથા શાહીનબાગમાં લોકોનો અવાજ બનતા હતા. એટલુ જ નહીં બિલ્કીસ બાનોના નિવેદનો પણ ચર્ચામાં આવ્યા છે. પ્રદર્શન દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યુ હતું કે, અમે નામ નહીં બતાવીએ, કેમ કે અમારી પાસે કોઈ દસ્તાવેજ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here