ભારતમાં પણ દુનિયાના બીજા દેશોની જેમ કોરોના વેક્સિનની અસરકારકતા ચકાસવા માટેની હ્યુમન ટ્રાયલ્સ ચાલી રહી છે.આ ટ્રાયલમાં સામેલ તયેલા એઈમ્સના ડોક્ટર એમવી પદ્મા શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે, ભારત સસ્તી વેક્સિન બનાવવાની દિશામાં પ્રગતિ કરી રહ્યુ છે. મેં ભારતમાં જ બની રહેલી દેશી વેક્સિનનો ડોઝ ગયા ગુરુવારે દિલ્હી એઈમ્સમાં લીધો. હવે બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે. વેક્સિન લીધા બાદ હજી સુધી મને કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ટ્રાયલમાં સામેલ થયેલા મદ્રાસના એક વ્યક્તિએ કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટ થઈ હોવાનો દાવો કરીને વળતર માંગ્યુ છે.જોકે એ પછી પણ અલગ અલગ જગ્યાએ ટ્રાયલ ચાલુ રખાઈ છે અને એઈમ્સની યોજના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 1000થી વધારે લોકોને વેક્સિન લગાવવાની છે.આ પૈકી 40 થી 50 લોકોએ ટ્રાયલમાં સામેલ થવાની ઈચ્છા દર્શાવ્યા બાદ તેમને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ પૈકી ડોક્ટર પદ્મા શ્રીવાસ્તવ એઈમ્સમાં જ ફરજ બજાવે છે અને તેમની વય 55 વર્ષની છે.તેમનુ કહેવુ છે કે, વેક્સિનનો ડોઝ લીધાના પાંચ દિવસ બાદ પણ મને કોઈ સાઈડ ઈફેક્ટ અનુભવાઈ નથી.