આફ્રિકા ખંડના ઉત્તર-પશ્ચિમ છેડે આવેલા દેશ માલીમાં ફ્રાન્સના 3 લશ્કરી મથકો પર અલ કાયદાએ હુમલો કર્યો હતો. અલ કાયદા અને ફ્રાન્સ વચ્ચેનો જંગ ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જે રીતે અમેરિકાએ 2001 પછી આતંકીઓને વીણી વીણીને સાફ કરવાની નીતિ અપનાવી હતી એવી જ નીતિ હવે ફ્રાન્સે અપનાવી છે.

ફ્રાન્સે થોડા દિવસ પહેલા જ અલ-કાયદાના મોટા નેતાઓની ઉડાવી દીધા હતા. અલ કાયદાએ સોમવારે સવારે એક સાથે 7 સ્થળોએ રોકેટ પ્રહાર કરીને પોતાની તૈયારીનો પરિચય આપ્યો હતો. સામાન્ય રીતે આતંકી સંગઠનો એક સમયે એક સ્થળે હુમલો કરી શકતા હોય છે.
આ હુમલામાં ફ્રાન્સના કોઈ સૈનિક મરાયા કે ઘાયલ થયાના અહેવાલો નથી
જોકે આ હુમલામાં ફ્રાન્સના કોઈ સૈનિક મરાયા કે ઘાયલ થયાના અહેવાલો નથી. પરંતુ કિડાલ નામના સ્થળે ફ્રાન્સના મથક પાસે આવેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના મથક પર પ્રહાર થતાં ત્યાં થોડી ખાના-ખરાબી થઈ હતી.

રાષ્ટ્રસંઘે આ હુમલાની ટીકા પણ કરી હતી. માલી પર 1960 સુધી ફ્રાન્સનું શાસન હતું. એ પછી હવે ત્યાં સક્રીય આતંકીઓને કાબુમાં કરવા ફ્રાન્સે 5100 જેટલા સૈનિકો ઉતારી રાખ્યા છે. એ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિ સેના પણ ત્યાં છે, પરંતુ એ દેશના કેટલાક વિસ્તારો પર વિદ્રોહીઓનો કબજો છે જ.