કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈએ પોલીસ કર્મચારીઓ મેડિકલ લીવ પર જાય તો સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવાનું ફ્રમાન કર્યું છે. ખાનગી હોસ્પિટલનું સર્ટિ. રજા લેનાર કર્મચારી રજૂ કરશે તો વગર પગારે રજા ગણવામાં આવશે તેવો આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓમાં પીઆઇના આ હુકમને પગલે રોષ જોવા મળ્યો છે. આ અંગે જેસીપી ગૌૈતમ પરમારને ફોન કરતા તેઓ જણાવ્યુ કે, આ વિશે પૂરતી માહિતી નથી હુ તપાસ કરાવીને જાણ કરીશ.

અમદાવાદમાં કોરોના વિસ્ફોટને પગલે શહેરની સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી ત્યારે ખાનગી હોસ્પિટલોમાં પોલીસકર્મીઓ અને લોકોને સારવાર કરવાની ફરજ પડે છે. જો કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર.પટેલના વિચિત્ર હુકમથી પોલીસ કર્મીઓમાં રોષ જોવા મળ્યો છે. પીઆઇએ પોલીસ કર્મચારીઓ મેડિકલ લીવ પર જાય તો તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હશે તો તેનુ સર્ટિફિકેટ માન્ય ગણાશે નહી અને ઉપરથી પગાર પણ કપાશે. જો સરકારી હોસ્પિટલમાં સારવાર લેશે તો જ સર્ટી માન્ય ગણાશે તેવો ફરમાન કર્યો છે.

તેને પગલે પોલીસ કર્મીઓએ કહ્યું કે, કોઈ પણ કર્મચારી ઘર નજીકની હોસ્પિટલમાં સારવાર લેતો હોય છે. પોલીસ કર્મચારીઓ મેડિક્લેમના પૈસા તેમને સારી હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે ભરતા હોય છે. પીઆઈ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે દબાણ કઈ રીતે કરી શકે તેની ચર્ચા પોલીસ બેડામાં છે.  નોંધનીય છે કે, કેટલાય પોલીસ કર્મચારીઓ ખોટી મેડિકલ લીવ લઈને રજા ઉપર ઊતરી જતા હોય છે. જ્યારે હાજર થવા સમયે પ્રાઈવેટ તબીબનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here