ટીમ ઈન્ડિયા(Team India) એ ત્રીજી વન-ડેમાં ટોસ જીતી અને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. ભારતની તરફથી યોર્કરમેન ટી નટરાજને (T Natrajan) ડેબ્યુ કર્યું છે. તેને મોહમ્મદ શમી(Mohammad Shami)ની જગ્યાએ લેવામાં આવ્યો છે. ટી નટરાજને (T Natrajan) આઈપીએલ-2020 (IPL-2020)માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ઓસ્ટ્રેલિયા (Australiya) તરફથી 21 વર્ષના હરફનમૌલા કૈમરન ગ્રીને વન-ડે ડેબ્યૂ કર્યું છે. ગ્રીને શેફિલ્ડ શીલ્ડ દરમિયાન બેટિંગ અને બોલિંગ બંનેમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું.

ટીમ ઈન્ડિયા બુધવારે કેનબરામાં ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ સીરિઝની ત્રીજી અને છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઉતરશે. વિરાટ બ્રિગેડની સામે પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પડકાર છે. ભારતીય ટીમ ક્રમશઃ 66 અને 51 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. અને તે સીરિઝમાં 0-2થી પાછળ છે.

ઓસ્ટ્રેલિયન ટીમ જો 3-0થી જીત હાંસલ કરવામાં સફળ થાય ચે તો સતત બીજી સીરિઝમાં ભારતના સુંપડા સાફ થઈ જશે. આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝિલેન્ડે પણ આ જ અંતરથી હરાવ્યા હતા.

પહેલી બંને મેચમાં ખુબ જ રન બન્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયા દબદબો બનાવતા વિરાટ કોહલીની ટીમની વિરૂદ્ધ આસાન જીત મેળવી હતી અને ટીમ ભાર જો મનુકા ઓવલમાં જીત દાખલ કરે છે તો ટી-20 પહેલા તેનો આત્મવિશ્વાસ વધશે.

ભારત – પ્લેઈંગ XI

 1. શિખર ધવન
 2. શુભમન ગિલ
 3. વિરાટ કોહલી ( કેપ્ટન )
 4. શ્રેયસ ઐયર
 5. કે.એલ.રાહુલ ( વિકેટકીપર )
 6. હાર્દિક પંડ્યા
 7. રવિન્દ્ર જાડેજા
 8. શાર્દુલ ઠાકુર
 9. કુલદીપ યાદવ
 10. જસપ્રીત બુમરાહ
 11. ટી.નટરાજન

ભારત – પ્લેઈંગ XI

 1. એરોન ફિંચ ( કેપ્ટન )
 2. માર્નસ લબશેન
 3. સ્વીન સ્મિથ
 4. કૈમરન ગ્રીન
 5. મોઈનેસ હેનરિક્સ
 6. એલેક્સ કેરી ( વિકેટકીપર )
 7. ગ્લેન મૈક્સવેલ
 8. એશ્ટન એગર
 9. સીન એબોટ
 10. એડમ ઝામ્પા
 11. જોશ હેઝલવુડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here