અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફીસર તથા તેમના પત્ની મંગળવારે કોરોના પોઝિટિવ થયા છે. ઉપરાંત ફાયર વિભાગમાં ડેપ્યુટી ફાયર ઓફીસર તરીકે ફરજ બજાવતા એક અન્ય અધિકારી પણ કોરોના સંક્રમિત થતાં ફાયર સ્ટાફમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગત માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદ ફાયર બ્રિગેડના પંદર જેટલા જવાન અને અન્ય સ્ટાફ કોરોના સંક્રમિત થઈ ગયા છે. અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફીસર એમ.એફ.દસ્તૂરે તે કોરોના સંક્રમિત થતા હોમ આઈસોલેટ થયા હોવાનું એક પ્રતિક્રીયામાં કહ્યું છે.

ચીફ ફાયર ઓફીસર એમ.એફ.દસ્તૂરે તે કોરોના સંક્રમિત થતા હોમ આઈસોલેટ

મળતી માહીતી મુજબ,તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા છે. અગાઉ ચાંદખેડા ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા તેમના પુત્ર પણ કોરોના સંક્રમિત થયા હતા. ફાયર વિભાગમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર તરીકે ફરજ બજાવતા એમ.પી.મિસ્ત્રી પણ કોરોના પોઝિટિવ થયા છે.

એમ.પી.મિસ્ત્રી પણ કોરોના પોઝિટિવ

માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ફાયરનો પંદર જેટલો સ્ટાફ કોરોના સંક્રમિત થઈ ગયો છે. જમાલપુર અને નરોડા એમ બે ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર હોમ કવોરન્ટાઈન પણ થયા હતા. નોંધનીય છે કે, અમદાવાદ ફાયરના સ્ટાફ દ્વારા શહેરના વિવિધ સંક્રમણ ધરાવતા વિસ્તારોમાં ડિસઈન્ફેકશનની કામગીરી કરાઈ હતી.

ભાજપના વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ

શહેરના મણીનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર શીતલબેન ડાગા કોરોના પોઝિટિવ થતા એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ગત માર્ચ મહિનાથી અમદાવાદ શહેરમાં શરૂ થયેલા કોરોના સંક્રમણમાં અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના 35 થી વધુ કોર્પોરેટરો કોરોના સંક્રમિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here