રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધુ વકરી રહ્યું છે, ત્યારે આ મામલે હાઈકોર્ટ સખ્ત બની છે. અને માસ્ક પહેર્યા વગર ફરનારા સામે લાલ આંખ કરી છે. જેમાં હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે અત્યંત કડક અને કઠોર વલણ અપનાવ્યું છે. માસ્ક વગર પકડાયેલા બહાદુરોએ કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવી પડશે, આ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ આદેશ કર્યો છે.

ગુજરાતમાં સાત દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧૫૦૦થી નીચે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૭૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૧૧,૨૫૭ છે. ગુજરાતમાં હાલ ૧૪૮૮૫ એક્ટિવ કેસ છે જ્યારે ૮૧ દર્દી વેન્ટિલેટર પર છે.

નોન મેડિકલ કોલેજ સેન્ટરમાં કોમ્યુનીટી સર્વિસ કરાવવા આદેશ

 • હાઈ કોર્ટે આદેશ કર્યો કે સરકાર આ અંગે પરિપત્ર જારી કરે માસ્ક પહેરનારા લોકો પાસેથી નોન મેડિકલ કોલેજ સેન્ટરમાં કોમ્યુનીટી સર્વિસ કરાવવા આદેશ
 • આ કોવિડ સેન્ટરમાં જમવાનું બનાવવા સાફ-સફાઈ કરવા ડેટા એન્ટ્રી કરવા દવાઓની હેરફેર કરવા ની કરવાની વગેરે કામગીરીઓનો સમાવેશ થાય છે
 • દરરોજ ચાર્જ ઓછામાં ઓછા ચાર થી છ કલાક કોમ્યુનીટી સર્વિસ કરાવવા આદેશ આ  સર્વિસ નો સમયગાળો પાંચ થી પંદર દિવસ રાખવા આદેશ

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૦૦૪ છે. વધુ ૧૫૪૭ દર્દીઓ સાજા થતાં અત્યારસુધી કુલ ૧,૯૨,૩૬૮ દર્દીઓ કોરોનાને મા’ત આપવામાં સફળ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી રીક્વરી રેટ હવે ૯૧.૦૬% છે.

 • માસ્ક ન પહેરવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય
 • માસ્ક વિના નીકળતા લોકોને કોમ્યુનિટી સેવાની સોપાશે જવાબદારી
 • આવા લોકોએ પાંચથી છ કલાક કોવિડ સેન્ટરમાં કરવી પડશે કોમ્યુ.સેવા…..
 • સામાજિક સેવા અંગેનું જાહેરનામું બહાર પાડવા સરકારને હાઇકોર્ટનો હુકમ
 • સરકારે વ્યક્તિની વય અને જેન્ડરને ધ્યાનમાં લઇને કામગીરીના પ્રકાર અને દિવસો નક્કી કરવાના રહેશે.

માસ્ક વિના નીકળતા લોકોને કોમ્યુનિટી સેવાની સોપાશે જવાબદારી

 • ગુજરાત હાઇકોર્ટ નો કોરોના ને લઈને મહત્વનો નિર્ણય
 • કોવીડ કેર માં કરવી પડશે સર્વિસ
 • ૪ થી ૬ કલાકની મહત્તમ સર્વિસ કરવી પડશે
 • ૫થી ૧૫ દિવસનો સમય ગાળો સર્વિસ માટેનો સરકાર નક્કી કરી શકે છે
 • ઉપરાંત ઉમર લાયકાત ના ધોરણે જવાબદારી સરકાર નક્કી કરી શકશે
 • મોટાભાગે જવાબદારી નોન મેડિકલ પ્રકારની રહેશે
 • આ પ્રકારનું જાહેરનામુ બહાર પાડવા સરકારને હાઇકોર્ટની ખંડપીઠે કર્યો આદેશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here