ભારતના કોરોના સંક્રમણનો આંકડો દિવસે ને દિવસે નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. જોકે ખુશી વાત એ છે કે ભારતમાં હવે લોકોના ઠીક થવાના આંકડાએ પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ હતુ કે કોરોના દર્દીઓના સ્વસ્થ થવાના મામલામાં ભારતે ઐતિહાસિક ઉપલબ્ધિ હાસિલ કરતા અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે.

દેશમાં અત્યાર સુધીમાં 42,08,431 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આ આંકડો દુનિયાના તમામ દેશો કરતા વધારે છે. આ સાથે જ કોરોનાથી સારા થનારા લોકોનો દર 80 ટકા થઈ ગયો છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોનો મૃત્યુદર ઘટીને 1.61 ટકા જ રહ્યો છે. દુનિયામાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થનારા લોકોનો દર 19 ટકા છે.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકના સમયગાળામાં દેશમાં 95,880 લોકો કોરોના સામે જીત્યા છે. સ્વસ્થ થયેલા 90 ટકા લોકો 15 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશથી છે. મંત્રાલય અનુસાર દેશમાં રેમડેસિવિર, પ્લાઝ્મા થેરેપી અને ટોસિલીઝુમૈવ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની સાથે અને અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોદ કરવામાં આવ્યો છે. જેનું આ પરિણામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here