પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી અને વિવાદ વચ્ચેનો નાતો પુરાણો છે. કોઈને કોઈ કારણોસર તે ચર્ચામાં રહેતો હોય છે. લંકા પ્રીમિયર લીગમાં કેન્ડી ટસ્કર્સ અને ગોલ ગ્લેડિયેટર્સ વચ્ચે રમાયેલી મેચમાં પણ આમ જ બન્યું હતું. પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને ગોલની ટીમ માટે રમતો શાહિદ આફ્રિદી અફઘાનિસ્તાનના 21 વર્ષના નવીન ઉલ હક સામે અકળાઈ ગયો હતો અને બાખડી પડ્યો હતો.

આફ્રિદી

મોહમ્મદ આમિર અને નવીન ઉલ હક વચ્ચે તકરાર

મુકાબલા દરમિયાન મોહમ્મદ આમિર અને નવીન ઉલ હક ટકરાઈ ગયા હતા. આમ થતાં મેચ બાદ શાહિદ આફ્રિદીએ અફઘાન ખેલાડીને ધમકાવ્યો હતો. મેત દરમિયાન આમિર અને નવીન પિચ ઉપર જ બાખડી પડ્યા હતા. બંને વચ્ચે મોટી તકરાર થઈ હોવાનું જોવા મળતું હતું.

મેચની 18મી ઓવરમાં અફઘાન બોલરે અભદ્રતાપૂર્ણ વર્તન કર્યું હતું અને આમિર સામે આપત્તિજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો. મેદાન પર ખેલાડીઓએ તેને અટકવવાનો પ્રયાસ કર્યો હતો. પણ નવીન અટક્યો નહીં અને આમિર સામે તકરાર જારી રાખી.

આફ્રિદીની ઝપટમાં આવી ગયો નવીન ઉલ હક

મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા ત્યારે નવીન ઉલ હક સૌથી સિનિયર એવા આફ્રિદીની ઝપટમાં આવી ગયો હતો.તેણે પૂછ્યું કે શું થઈ ગયું છે તને ત્યારે નવીન ઉલ હક ફરીથી ગુસ્સે ભરાઈ ગયો હતો. આ જોઇને આફ્રિદીએ તેને કહી દીધું હતું કે બેટા, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મેં સદી ફટકારી ત્યારે હજી તું પેદા પણ થયો ન હતો. આ મેચમાં આફ્રિદીની ગોલ ગ્લેડિયેટર્સ સામે 197 રનનો ટારગેટ હતો જેની સામે તેઓ સાત વિકેટે 171 રન કરી શક્યા હતા અને 25 રનથી મેચ હારી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here