અમદાવાદમાં કોરોનાના નવા કેસો, મૃત્યુ, એકટિવ કેસો, વેન્ટીલેટર ઉપરના દર્દીઓના આંકડાઓ ઓછાં દર્શાવવા ગોઠવણ થાય છે, એવી જ રીતે ખાનગી લેબોરેટરીમાં જે લોકો ટેસ્ટ કરાવે છે અને પોઝીટિવ આવે છે તેમના આંકડા પણ ઓછાં દર્શાવાતા હોવાનું ચાંદખેડાની શ્યામ બંગ્લોઝ સોસાયટીની ઘટના પરથી સાબિત થઈ જાય છે. મ્યુનિ. અધિકારીના મતે ત્યાં 10 થી 12 કેસ છે, ત્યાંના કોર્પોરેટરના મતે ત્યાં 33 કેસ છે, એ બાબત તેમણે બંગલાના નંબરો સાથે આપી હતી. આમા એક તારણ સપાટી ઉપર આવ્યું હતું કે 21 દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં તેમનું પરિક્ષણ કરાવ્યું હતું, તે આંકડા જ ગણતરીમાં લેવાયા ના હતા. હવે સવાલ એ થાય છે કે માત્ર આ સોસાયટીમાં જ આવું થયું હતું કે બધે જ આમ થાય છે ?

સવાલ એ થાય છે કે માત્ર આ સોસાયટીમાં જ આવું થયું હતું કે બધે જ આમ થાય છે ?

ઉપરાંત રેપિડ-એન્ટિજન ટેસ્ટની વિશ્વસનિયતા સામે પણ મોટો સવાલ ખડો થયો છે. તેમાં નેગેટિવ આવેલા લોકોનું બે દિવસ બાદ ઓક્સિજન લેવલ ઘટી ગયાના કે મૃત્યુ થયાના દાખલા પણ નોંધાવા માંડયા છે. બીજી તરફ વાયરસ વધુ ઘાતક અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. કેટલાંક ઘેરબેઠાં સારવાર લઈ રહેલાં દર્દીઓની પાંચ-છ દિવસ પછી અચાનક તબિયત બગડે છે અને હોસ્પિટલમાં દાખલ થવા દોડવું પડે છે. આવી જ એક ઓક્સીજન લેવલ ઘટતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલી વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે.

હોસ્પિટલમાં દાખલ થવા દોડવું પડે છે

આમા બીજી બાબત એવી જાણવા મળી છે કે ડિસ્ચાર્જ થઈ ગયેલા દર્દીની ઘેર ગયા બાદ ફરી તબિયત બગડતાં હોસ્પિટલમાં ફરી દાખલ થવું પડે છે. બોપલના ઘેર સારવાર લઈ રહેલાં પતિ-પત્નીનો રિપોર્ટ 10 દિવસ બાદ નેગેટિવ આવી ગયો હતો. બાદમાં 13માં દિવસે બન્નેને શ્વાસ ચડતા અને ઓક્સિજન લેવલ નીચું જતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.

ઓક્સિજન લેવલ નીચું જતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા

ઉપરાંત સિવિલ સહીતની હોસ્પિટલોમાં મૃત્યુનું પ્રમાણ વધી જતાં હોસ્પિટલ ઉપર મૃતદેહ લેવા શબવાહીનીની લાઈન હોય છે, એવી જ સ્થિતિ સ્મશાનોમાં હોય છે. સ્મશાનમાં વેઈટીંગ હોય છે. આમ થવાના કારણે કુદરતી રીતે મૃત્યુ થયું હોય તેવા કુટુંબોને ત્યાં શબવાહિની આપેલા સમય કરતાં બબ્બે કલાક મોડી પહોંચે છે. આ તમામ મુદ્દાઓની સમીક્ષા કરવા મ્યુનિ. વિરોધપક્ષના નેતાએ સર્વપક્ષીય મીટીંગ બોલાવવાની માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here