ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજીમેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો.  ટીમ ઈન્ડિયાએ સીરિઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 303 રનનો ટાર્ગેટ રાખ્યો છે. બે ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ બુધવારે કમાલની બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાને તેની જ સ્ટાઇલથી જવાબ આપી દીધો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં એક તબક્કે એમ લાગું હતું કે ભારત માંડ 240-250નો આંક વટાવી શકશે તેને બદલે 50 ઓવરને અંતે ભારતે પાંચ વિકેટે 302 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

હાર્દિકે એક અને જાડેજાએ ત્રણ સિક્સર ફટકારી હતી

ભારતીય ટીમના સ્ફોટક બેસ્ટમેન હાર્દિક પંડ્યા અને જાડેજાએ રંગ રાખ્યો છે. રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાને કારણે  આ સ્કોર રજૂ કરી શકાયો હતો હાર્દિક પંડ્યાએ 76 બોલમાં 92 રન ફટકાર્યા હતા તો રવીન્દ્ર જાડેજાએ 50 બોલમાં 66 રન ફટકાર્યા હતા. હાર્દિકે એક અને જાડેજાએ ત્રણ સિક્સર ફટકારી હતી. આ બંનેએ એટલી હદે ઝંઝાવાત સર્જ્યો હતો કે ભારતે છેલ્લી દસ ઓવરમાં જ 110 રન ફટકારી દીધા હતા. તેમાં  ય જાડેજાએ તો આક્રમક બેટિંગ કરી હતી. તેણે 43 બોલમાં અડધી સદી ફટકારી હતી.

જાડેજાએ સળંગ ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી

ઇનિંગ્સની 48મી ઓવર સિન એબોટે ફેંકી હતી જેમાં હાર્દિકે પહેલા બોલે એક રન લીધો ત્યાર બાદ જાડેજાએ સળંગ ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આમ એ જ ઓવરમાં તેણે પોતાની અર્ધિ સદી પૂરી  કરી હતી. એક સમયે એમ લાગતું હતું કે હાર્દિક તેની સદી પૂરી કરશે પરંતુ તેણે જાડેજાને સપોર્ટ કર્યો હતો અને જાડેજાએ ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ કરી હતી.

હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 150 રનની ભાગીદારી નોંધાવી

હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 150 રનની ભાગીદારી નોંધાવી હતી. આ માટે બંનેએ 18 ઓવર બેટિંગ કરી હતી. અગુ વિરાટ કોહલીએ 63 રન ફટકાર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here