ન્યુઝીલેન્ડ New Zealand પ્રવાસ પર ગયેલી પાકિસ્તાનની ટીમના pakistan team વધુ ત્રણ સભ્યો કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ચેપગ્રસ્ત સભ્યોની સંખ્યા 9 થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના એક સૂત્રએ જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે વધુ ત્રણ સભ્યોને ચેપ લાગ્યો છે, જ્યારે પરિણામની રાહ જોવાઇ રહી છે.

સૂત્રએ જણાવ્યું હતું કે હજી સુધી તે જાણી શકાયું નથી કે આ ખેલાડીઓને પ્રથમ વખત ચેપ લાગ્યો છે અથવા તે પહેલાથી કોરોના ગ્રસ્ત હતા. અગાઉ કોરોના પોઝિટીવ આવેલા 6 સભ્યોમાંથી બેને ફરીથી ચેપ લાગ્યો છે.

દરમિયાન, પીસીબીએ (PCB) આ ઘટનાઓને ગંભીરતાથી લીધી છે કે ટીમના કેટલાક સભ્યો તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમનો કોરોન્ટાઇન સમય જેલ જેવો છે.

બોર્ડના સીઇઓ વસીમ ખાને Wasim Khan 6 ખેલાડીઓ પોઝિટીવ આવ્યા બાદ ટીમને મોકલેલા ઓડિયો સંદેશમાં ટીમને પ્રોટોકોલને અનુસરવાની સૂચના આપી હતી. પાકિસ્તાને pakistan team 18 ડિસેમ્બરથી ન્યુઝીલેન્ડ New Zealandટૂરમાં 3 ટી 20 અને 2 ટેસ્ટ સિરીઝ રમવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here