બ્રિટેને (Britain) ફાઇઝર અને બાયોએનટેક (Pfizer/BioNTech)ની કોરોના વાયરસ વેક્સિન (Corona Virus Vaccine) ને મંજૂરી આપી દીધી છે. અમેરિકા (America) અને યૂરોપિયન યૂનિયન (European Union)ના નિર્ણય પહેલા જ ફાઈઝર અને બાયોએનટેકની કોરોના વેક્સીન (Corona Vaccine)ને મંજૂરી આપનારૂ બ્રિટન દુનિયાનો પહેલો પશ્વિમી દેશ બની ગયો છે. આ વેક્સીન આવતા અઠવાડિયાથી બ્રિટનમાં મળવા પણ લાગશે.

બ્રિટિશ રેગ્યુલેટર (Medicines and Healthcare Products Regulatory Authority) MHRA એ કહ્યું હતું કે, કોવિડ-19 સામે 95% પ્રોટેક્શન આપતી આ રસી સુરક્ષિત છે. UKએ 20 મિલિયન લોકોને 2 ડોઝ આપવા માટે રસીના 40 મિલિયન ડોઝનો ઓર્ડર આપેલો છે.

થોડા દિવસ પહેલા જ ફાઈઝર કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ લેબમાં COVID-19 એટલે કે કોરોનાની રસી બનાવવામાં સફળ થયા છે, જે વાયરસની સામે 96% અસરદાર છે, ગત રોજ જર્મનીની બાયોફાર્માસ્યૂટિકલ કંપની બાયોએનટેક અને તેમની અમેરીકી ભાગીદારી ફાઈઝરે યુરોપિયા સંઘના સામે વેક્સીન રજીસ્ટ્રેશન માટે ઔપચારીક આવેદન આપ્યું હતું.

ફાયઝર – બાયોએનટેકની રસીના 10 મિલિયન ડોઝ જેમ બને તેમ જલદી ઉપલબ્ધ થશે. બહુ જલદી રસીનો પહેલો ડોઝ યુકે પહોંચશે. રસીના કોન્સેપ્ટથી રિયાલિટી સુધી પહોંચવામાં કોરોનાની આ રસી સૌથી ઝડપી હોવાનું માનવામાં રહ્યું છે. જે પ્રક્રિયામાં દાયકો નીકળી જાય છે તેના માટે માત્ર 10 મહિનાનો સમય લાગ્યો છે. મોડર્નાએ પણ તેમની રસીના ઉપયોગને મંજૂરી આપવા માટે યુએસ અને યુરોપિયન રેગ્યુલેટર્સને જણાવ્યું હતુ.

બ્રિટનના મેડિસિન એંડ હેલ્થકેયર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)એ ફાઈઝર અને બાયોએનટેકની કોરોના વેક્સીનનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપી દીધી છે. આ એજન્સી એ બાબત પણ સુનિશ્ચિત કરવા જઈ રહી છે કે, શું ઓક્સફર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની વેક્સીન આકરા સુરક્ષા પામદંડોને પુરા કરી શકે છે કે કેમ?

જો કે વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ભલે રસીકરણ ચાલુ થઈ જાય, પરંતુ લોકોએ આમ છતાં સાવચેત રહેવાની અને કોરોના વાયરસની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવાની જરૂર છે. એટલે કે સામાજિક અંતર રાખવું જરૂરી છે અને માસ્ક પહેરવું પણ એટલું જ જરૂરી છે.

બાયોએનટેકે જણાવ્યું હતું કે, જો તેમની બીએનટી 162બી2 રસીને મંજૂર કરવામાં આવે તો યુરોપ 2020 વર્ષ પૂરૂ થાય તે પહેલા જ રસીકરણ શરૂ કરી શકે છે. કંપનીએ તેની રસી 44,000 વોલન્ટિયર્સ પર કરવામાં આવેલી ક્લિનિકલ ટ્રાયલમાં 95 ટકા અસરકારક રહી હોવાનો દાવો કર્યો હતો.

બ્રિટનના મંત્રી નાદિમ જહાવીના હવાલાથી એક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, જો બધુ યોજના પ્રમાણે જ સમુ સુતરૂ રહ્યું અને ફાઈઝર – બાયોએનટેક દ્વારા વિકસીત કોરોનાની રસીને રજિસ્ટ્રેશન માટેની મંજૂરી મળી જાય તો ગણતરીના કલાકોમાં જ વેક્સીનની વહેંચણી અને તેના ટીકાકરણ પણ શરૂ કરી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here