ભરૂચના જંબુસરના નહાર ગામના શિક્ષકની બદલી રોકવા ગ્રામજનોએ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતુ. આ સાથે વિદ્યાર્થીઓ તેમના મેડલ પણ પરત કર્યા હતા. જબુંસર તાલુકાના નહાર ગામમાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૧૯૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં છેલ્લા ૧૪ વર્ષથી નરેન્દ્ર મોરી શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
૧૪ વર્ષથી નરેન્દ્ર મોરી શિક્ષક તરીકે ફરજ બજાવે છે
શિક્ષકે પોતાની ફરજ દરમિયાન રાષ્ટ્રીય,રાજ્ય અને જીલ્લા તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સિદ્ધિઓ મેળવી છે..શિક્ષણ સાથે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ ગામનું નામ રોશન કર્યું છે..શિક્ષકને બદલી થશે તો પોતાના બાળકોનું ભવિષ્ય અંધકારમય બનશે તેવું ગ્રામજનોને લાગી રહ્યું છે.