ઓસ્ટ્રેલિયા (Ind vs Aus) સામેની વન ડે સીરિઝ ટીમ ઈન્ડિયા (Team India)એ ગુમાવી દીધી છે. ત્રીજા અને અંતિમ મુકાબલામાં વિરાટ કોહલી (Virat Kohli)ની પ્રતિષ્ઠા બચાવવાની જવાબદારી છે. ઓસ્ટ્રેલિયા અગાઉ 2 વન ડે મેચ જીતી ચૂકી છે. અને તેની સામે હવે ભારતને 0-3થી ક્લિન સ્વીપ કરવાનો મોકો છે. આ વચ્ચે વિરાટ કોહલીએ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે.

ICC રેન્કિંગમાં દુનિયાના નંબર વન બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે કેનબરામાં પોતાની 63 રનોની ઈનિંગ દરમિયાન 23 રન બનાવતાં જ વન ડે ઈન્ટરનેશનલ (International Cricket)માં સૌથી ફાસ્ટ 12 હજાર રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 32 વર્ષીય વિરાટ કોહલીએ સૌથી ઓછી ઈનિંગ (242)માં આ ઉપલ્બધિ હાંસલ કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને પણ પાછળ છોડી દીધા છે. તેઓને પોતાના 12 હજાર રન પૂરા કરવા માટે 300 ઈનિંગ લાગી હતી.

વિરાટ કોહલીના નામે પહેલાંથી જ સૌથી ફાસ્ટ 8000, 9000, 10000 અને 11000 રન બનાવવાનો રેકોર્ડ છે. વિરાટ કોહલીની અત્યાર સુધીની 1000-11000 રન બનાવવા માટે લાગેલી ઈનિંગ પર નજર કરીએ તો….

– 1000 રન 21 ઈનિંગમાં
– 2000 રન 53 ઈનિંગમાં
– 3000 રન 75 ઈનિંગમાં
– 4000 રન 93 ઈનિંગમાં
– 5000 રન 114 ઈનિંગમાં
– 6000 રન 136 ઈનિંગમાં
– 7000 રન 161 ઈનિંગમાં
– 8000 રન 175 ઈનિંગમાં
– 9000 રન 194 ઈનિંગમાં
– 10000 રન 205 ઈનિંગમાં
– 11000 રન 222 ઈનિંગમાં
– 12000 રન 242 ઈનિંગમાં

વિરાટ કોહલીએ અત્યાર સુધી 251 વન ડે મેચોની 242 ઈનિંગમાં 59.31ની સરેરાશથી 12040 રન બનાવ્યા હતા. તેણે 43 સદી અને 60 હાફ સેન્ચુરી લગાવી છે. સૌથી વધારે સદીની વાચ કરીએ તો આ મામલે ફક્ત સચિન તેનાથી આગળ છે. તેઓએ પોતાના વન ડે કેરિયરમાં 49 સદી ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here